મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી જિતેન્દ્ર અવ્હાડ કોરોના વાયરસથી પોઝિટિવ આવ્યા છે. હાલમાં જ જિતેન્દ્ર અવ્હાડના 14 ખાનગી સ્ટાફ કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા હતા. આ 14 સ્ટાફમાંથી 5 પોલીસ કોન્સ્ટેબલ હતા, જે તેમની સુરક્ષામાં તહેનાત છે.
મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી જિતેન્દ્ર અવ્હાડ કોરોના વાયરસથી પોઝિટિવ આવ્યા
જિતેન્દ્ર અવ્હાડના 14 ખાનગી સ્ટાફ કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા હતા
જ્યારે બાકી 9 લોકોમાં તેમના ખાનગી સ્ટાફ, ઘરના નોકર અને પાર્ટીના કાર્યકર્તા સામેલ છે. ત્યારબાદ મંત્રી જિતેન્દ્ર અવ્હાડ ખુદ ક્વૉરન્ટીન થઇ ગયા હતા.
એનસીપી નેતા જિતેન્દ્ર અવ્હાડે જાણકારી આપી હતી કે તેઓ એક એવી વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા જે બાદમાં કોરોના વાયરસથી પોઝિટિવ નીકળ્યો હતો. એ પછી તેઓએ ક્વૉરન્ટીનમાં જવાની જાહેરાત કરી હતી. જિતેન્દ્ર અવ્હાડ ઠાણે જિલ્લાના કાલવા-મુંબ્રા વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરે છે. ગત કેટલાક સપ્તાહમાં આ વિસ્તારમાંથી ઘણા લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે.
જિતેન્દ્ર અવ્હાડ એક પોલીસ અધિકારીના સંપર્કમાં આવ્યા હતા. આ અધિકારી બાદમાં કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા. ત્યારબાદ આવાસ મંત્રી અવ્હાડે થોડાક દિવસો માટે ખુદને ક્વૉરન્ટીન પર જવાની જાહેરાત કરી હતી.
જિતેન્દ્ર અવ્હાડ રાજ્યના પહેલા મંત્રી છે, જે કોરોના વાયરસ પોઝિટવ આવ્યા છે. તેઓએ પોતાના વિધાનસભા ક્ષેત્રના લોકોને અપીલ કરી હતી કે તેઓ પોતાના ઘરોમાં રહે અને લૉકડાઉનનું પાલન કરે. આ પહેલા જિતેન્દ્ર અવ્હાડના સંપર્કમાં આવેલા પૂર્વ સાસંદ પણ કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા. ઠાણેથી પૂર્વ સાંસદ આનંદ પરાન્જપેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.