બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પૂરઝડપે આવતી કારે બે લોકોને ફૂટબોલની જેમ હવામાં ઉલાળ્યા, જુઓ હચમચાવી નાખતા CCTV

દુર્ઘટના / પૂરઝડપે આવતી કારે બે લોકોને ફૂટબોલની જેમ હવામાં ઉલાળ્યા, જુઓ હચમચાવી નાખતા CCTV

Last Updated: 05:49 PM, 15 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Navi Mumbai Accident : બે રાહદારીને પૂરઝડપે આવતી કારે અડફેટે લેતા અકસ્માતમાં એકનું મૃત્યુ, એક ઘાયલ, જુઓ અકસ્માતનો લાઈવ Video

Navi Mumbai Accident : મહારાષ્ટ્રના નવી મુંબઇમાં તલોજા MIDC વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ રસ્તા પર જતા બે રાહદારીઓને કાર ચાલકે અડફેટે લીધા હતા. અકસ્માતમાં એકનું મોત એક ગંભીર રીતે ઘાયલ છે. મહત્વનું છે કે, મહીલા અને એક પુરુષ રસ્તા પર જઇ રહ્યા તે સમયે આ ઘટના બની હતી. આ તરફ રસ્તા પર પુર ઝડપે દોડતી કારે ટક્કર મારતા બંન્ને હવામાં ફંગોળાયા હતા. જે બાદમાં એકનું મોત થયું છે. નોંધનીય છે કે, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.

નવી મુંબઈના તલોજા MIDC વિસ્તારમાં એક ભયાનક હિટ એન્ડ રન અકસ્માત થયો છે, જેમાં એક બેફામ કારચાલકે પોતાની કાર સાથે બે લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે.

વધુ વાંચો : IIT મુંબઇથી અભ્યાસ, લાખોનું પેકેજ, તોય બધું પડતું મૂકી અભય બન્યા સંન્યાસી, કહાની રસપ્રદ

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક મહિલા રોડની બાજુએ ચાલી રહી હતી અને એક યુવક પણ તે જ રસ્તે જઈ રહ્યો હતો. અચાનક પાછળથી એક કાર તેજ ગતિએ આવે છે અને બંનેને એટલી જોરથી ટક્કર મારે છે કે, તેઓ લાંબા અંતરે પડી જાય છે. આ અકસ્માતમાં 27 વર્ષીય લાલુ દાસનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 44 વર્ષીય પ્રમિલા દાસને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તે જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહી છે. તલોજા પોલીસે હિટ એન્ડ રનના આરોપી કાર ચાલકની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ ચાલુ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra Navi Mumbai Car Accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ