maharashtra govt likely to probe tweets of celebrities on farmers protest
મહારાષ્ટ્ર /
ખેડૂત આંદોલન પર સેલેબ્સની ટ્વિટ પર ઉદ્ધવ સરકાર કરાવી શકે છે તપાસ, કહ્યું આવું તો કેવી રીતે બની શકે
Team VTV04:06 PM, 08 Feb 21
| Updated: 04:08 PM, 08 Feb 21
ખેડૂત આંદોલનને લઈને તાજેતરમાં જ ઉઠેલ આંતરરાષ્ટ્રીય અવાજ બાદ ભારતીય સેલેબ્સે પણ આવી કથિત આયોજન પૂર્વકની ટ્વીટનો જવાબ આપ્યો છે. હવે મહારાષ્ટ્ર સરકાર આ તમામ ભારતીય સેલેબ્સની ટ્વીટની તપાસ કરાવી શકે છે.
ખેડૂત આંદોલન મામલે થયેલા ટ્વીટથી ગરમાવો
મહારાષ્ટ્ર સરકારે સેલેબ્સના ટ્વીટને લઈને કરાવી શકે છે તપાસ
લતા, સચિન, અક્ષય કુમાર જેવા સેલેબ્સના ટ્વીટની થઇ શકે તપાસ
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે નિવેદન આપ્યું હતું. જો કે, તેમણે આ તપાસ અંગે હજી સુધી કોઈ આદેશ આપ્યો નથી પરંતુ ખાતરી આપી છે. આપને જણાવી દઈએ કે ખેડૂત આંદોલન અંગેના ટ્વીટરોમાં ભારત રત્ન લતા મંગેશકર, પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર, બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને કંગના રનૌત જેવી અનેક હસ્તીઓ શામેલ છે.
કોંગ્રેસના નેતા સચિન સાવંતે આપ્યું નિવેદન
કોંગ્રેસના નેતા સચિન સાવંતે ખેડુતોના આંદોલન અંગેના એક ટ્વીટમાં રાજ્યના ગૃહ મંત્રી અનિલ દેશમુખ સાથેની વાતચીતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ગૃહ પ્રધાને કહ્યું છે કે આ ગંભીર બાબત છે. આ હસ્તીઓ કેવી રીતે સમાન ટ્વીટ્સ કરી શકે છે? આ હસ્તીઓ પર ટ્વીટ કરવાનું દબાણ નહોતું. તેની તપાસ થવી જોઈએ. સાવંતે એમ પણ કહ્યું હતું કે દેશમુખે આ જવાબદારી ઇન્ટેલિજન્સને આપી છે.
ભાજપના દબાણમાં તો નથી ને ? ઉઠ્યા સવાલ
આપને જણાવી દઇએ કે, મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓએ આ મામલે પોલીસ પાસેથી તપાસની માંગ કરી હતી કે શું આ હસ્તીઓ ટ્વિટ કરીને સોશિયલ મીડિયા પર કેન્દ્ર સરકારનો પક્ષ રાખવા માટે ભાજપના દબાણ હેઠળ તો નથી ને? કોંગ્રેસના પ્રદેશ મહાસચિવ અને પ્રવક્તા સચિન સાવંતે પણ આ માંગ અંગે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખને મળ્યા હતા.