બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મુંબઈ / 15 ડિસેમ્બરે થશે મહારાષ્ટ્ર સરકારની કેબિનેટનું વિસ્તરણ, નાગપુરમાં શપથ લેશે નવા મંત્રી

મહારાષ્ટ્ર વિધાનસભા / 15 ડિસેમ્બરે થશે મહારાષ્ટ્ર સરકારની કેબિનેટનું વિસ્તરણ, નાગપુરમાં શપથ લેશે નવા મંત્રી

Last Updated: 06:57 AM, 14 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્ર વિધાનસભાનું અઠવાડિયાનું શિયાળુ સત્ર 16 ડિસેમ્બરથી રાજ્યની બીજી રાજધાની નાગપુરમાં શરૂ થશે. આ સત્ર દરમિયાન રાજ્યના વિકાસ અને અન્ય મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિની ભવ્ય જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શિવસેનાના નેતા એકનાથ શિંદે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શપથ ગ્રહણ સમારોહ બાદ હવે તમામની નજર રાજ્ય કેબિનેટ પદોની ફાળવણી પર છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મહારાષ્ટ્ર સરકાર 15 ડિસેમ્બરે કેબિનેટનું વિસ્તરણ કરશે. લગભગ 30 નવા મંત્રીઓ શપથ લે તેવી શક્યતા છે. આ શપથ ગ્રહણ નાગપુરમાં યોજાશે.

મહારાષ્ટ્ર વિધાનસભાનું અઠવાડિયાનું શિયાળુ સત્ર 16 ડિસેમ્બરથી રાજ્યની બીજી રાજધાની નાગપુરમાં શરૂ થશે. આ સત્ર દરમિયાન રાજ્યના વિકાસ અને અન્ય મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

મહારાષ્ટ્ર મંત્રી પરિષદમાં મુખ્યમંત્રી સહિત વધુમાં વધુ 43 મંત્રી બનાવી શકાય છે. સૂત્રોએ જણાવ્યું કે ભાજપને 20-21 મંત્રી પદો મળી શકે છે, જ્યારે શિવસેનાને 11-12 અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને 9-10 મંત્રી પદો મળી શકે છે.

બીજેપી મહારાષ્ટ્ર યુનિટના વડા ચંદ્રશેખર બાવનકુલે શુક્રવારે કેબિનેટની રચનાને અંતિમ સ્વરૂપ આપવા માટે નાયબ મુખ્ય પ્રધાનો શિંદે અને અજિત પવારને અલગ-અલગ મળ્યા હતા. દક્ષિણ મુંબઈમાં પવારના દેવગિરી બંગલામાં ઉગ્ર ચર્ચા થઈ હતી, જ્યાં તેઓ તેમના પક્ષના નેતાઓને મળ્યા હતા.

વધુ વાંચોઃ ડિજિટલ અરેસ્ટનો ચોંકાવનારો કિસ્સો, વોટ્સએપ પર આવ્યો વિડીયો કોલ અને લાગ્યો 1.94 કરોડનો ચૂનો

20 નવેમ્બરે યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરના રોજ જાહેર થયા હતા. 'મહાયુતિ' ગઠબંધન રાજ્યમાં 288માંથી 230 બેઠકો જીતીને સત્તામાં આવ્યું છે. ભાજપ જે 'મહાયુતિ'નો ભાગ હતો તે 132 બેઠકો સાથે આગળ છે. શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ 57 બેઠકો અને પવારની એનસીપીએ 41 બેઠકો જીતી હતી.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra Assembly Maharashtra Government Mumbai News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ