મુંબઇ: મલાડની ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ, સબ સલામત

By : kavan 08:38 AM, 24 December 2018 | Updated : 08:38 AM, 24 December 2018
મુંબઈમાં આગની બે ઘટના સામે આવી છે. મુંબઈમાં બે અલગ અલગ વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે. મુંબઈના મલાડમાં મલવાની વિસ્તારમાં આવેલી એક ઝૂંપડપટ્ટીમાં આગ લાગી. આગ એટલી ભીષણ હતી કે સમગ્ર ઝૂંપડપટ્ટી આગની લપેટમાં આવી ગઈ. 
  આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યુ અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરાયા. બીજી તરફ, ખાર ઈસ્ટમાં એક ચાલુ કારમાં આગ લાગતા આખી કાર બળીને ખાખ થઈ. જો કે, બંને આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.
  આ મામલે મળતી જાણકારી મુજબ, ગત મોડી રાતે મુંબઇના 2 જાણીતા વિસ્તારમાં આગ લાગવાની ઘટના બનતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. મુંબઇના મલાડ વિસ્તારમાં અને ખાસ ઇસ્ટમાં બનેલ આગની ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી જવા પામી હતી. 
  જો કે, આ મામલાની જાણ તાત્કાલિક અસરથી નજીકના ફાયર સ્ટેશનને કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે, આગ વધુ ભીષણ હોવાને પગલે એક કાર બળીને ખાખ થઇ ગઇ હતી.  Recent Story

Popular Story