બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:16 AM, 4 December 2024
મહારાષ્ટ્રના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નારાજગીના અહેવાલો વચ્ચે દેવેન્દ્ર ફડણવીસ પોતે એકનાથ શિંદેને મળવા પહોંચ્યા. નારાજગીના સમાચાર બાદ શિંદે અને ફડણવીસ વચ્ચે આ પહેલી મુલાકાત છે. આ બેઠક વર્ષા બંગલો ખાતે થઈ. બેઠક બાદ એવી માહિતી સામે આવી છે કે શિંદેએ ગૃહ મંત્રાલયનો પોતાનો આગ્રહ છોડી દીધો છે. 5 ડિસેમ્બરે તેઓ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે.
ADVERTISEMENT
તાજેતરમાં હોસ્પિટલમાં દાખલ થયા હતા શિંદે
તાજેતરમાં કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેની તબિયત અચાનક બગડી ગઈ હતી, જેના પછી તેમને જ્યુપિટર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના નામની આજે કે કાલે જાહેરાત થઈ શકે છે અને તે પહેલા રાજકીય વર્તુળોમાં પણ કંઈક નવાજૂની થઈ શકે છે. મંગળવારે જ મહાયુતિની મહત્ત્વની બેઠક યોજાવાની હતી, તે પહેલા જ શિંદેની તબિયત લથડી હતી. ડૉક્ટરોએ એકનાથ શિંદેને કેટલાક ટેસ્ટ કરાવવા માટે કહ્યું છે. એકનાથ શિંદેના પુત્ર અને સાંસદ શ્રીકાંત શિંદે પણ એકનાથ શિંદે સાથે છે. ડોક્ટરોની ટીમ કેટલાક ટેસ્ટ કરશે અને પછી રિપોર્ટ આપશે. શિંદે સતત તાવ અને ગળામાં ઈન્ફેક્શનથી પીડિત છે.
ADVERTISEMENT
જો કે, જ્યારે તેમની તબિયત વિશે પૂછવામાં આવ્યું ત્યારે મહારાષ્ટ્રના કાર્યકારી સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે તેઓ ઠીક છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મહાયુતિની જીત બાદ એકનાથ શિંદેનું સન્માન કરવામાં આવી રહ્યું નથી અને શપથ ગ્રહણ સમારોહની તારીખ, સ્થળ અને અન્ય નિર્ણયો લેતી વખતે તેમને પૂછવામાં આવ્યું નથી, ગૃહ વિભાગ સહિત માન-સન્માનને લઈને પણ એકનાથ શિંદે અને તેમના ધારાસભ્યો પણ નારાજ છે.
આ પણ વાંચો: શપથગ્રહણની તૈયારીઓ વચ્ચે મહારાષ્ટ્રમાં આવતીકાલે ભાજપ ધારાસભ્ય દળની બેઠક, રજૂ કરશે સરકાર બનાવવાનો દાવો!
થશે મહાયુતિની બેઠક
જણાવી દઈએ કે મહાયુતિની બેઠક મંગળવારે બપોરે 3 વાગ્યે એકનાથ શિંદેના સત્તાવાર બંગલા વર્ષા ખાતે યોજાવાની હતી. મળતી માહિતી મુજબ, આ બેઠકમાં ત્રણ નેતાઓ એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારના ભાગ લેવાની વાત થઈ હતી. આ બેઠકમાં મંત્રાલયોના વિભાજન અંગે નિર્ણય લેવાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત બીજેપી વિધાયક દળના નેતાની પસંદગી થયા બાદ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.