Maharashtra devendra fadnavis amit shah sharad pawar sonia gandhi delhi meeting
બેઠક /
મહારાષ્ટ્રમાં સરકાર રચાવા પર સસ્પેન્સ: દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીના દ્વારે, પવાર-સોનિયા વચ્ચે પણ મુલાકાત
Team VTV11:37 PM, 03 Nov 19
| Updated: 11:42 PM, 03 Nov 19
દિલ્હીમાં સોમવારે ભાજપ અને કોંગ્રેસની બેઠકો યોજાશે. જેમાં દેવેન્દ્ર ફડણવીસ અમિત શાહ સાથે મુલાકાત કરશે, જ્યારે શરદ પવાર સોનિયા ગાંધી સાથે મુલાકાત કરવાના છે. આ દરમિયાન શિવસેના પણ મહારાષ્ટ્રના રાજ્યપાલની મુલાકાત કરશે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોઇ પાર્ટીને ન મળી સ્પષ્ટ બહુમતી
2.5-2.5 વર્ષ સરકાર ચલાવવાની માંગ પર અડગ શિવસેના
શિવસેના આજે રાજ્યપાલને મળશે
મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઈને દિલ્હીમાં બેઠકોને દોર શરૂ થયો છે. સોમવારે દિલ્હીમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે. સરકાર બનાવવાને અંગે ચર્ચા થશે. તેમજ કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી અને નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) ના અધ્યક્ષ શરદ પવાર વચ્ચે પણ દિલ્હીમાં મુલાકાત થશે.
તેમજ શિવસેના આજે મહારાષ્ટ્રના રાજ્યપાલ સાથે કરશે મુલાકાત કરશે. શિવસેનાના સંજય રાઉત સાંજે 5 વાગે રાજ્પાલ સાથે મુલાકાત કરશે. જેમાં તેઓ મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ અંગે જાણકારી આપશે. મહત્વનું છે કે અગાઉ શિવસેના નેતા સંજય રાઉતે શરદ પવાર સાથે મુલાકાત કરી હતી.
જોકે સત્તાવાર રીતે તો જણાવાય રહ્યું છે કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ક્ષેત્રમાં કમોસમી વરસાદથી સર્જાયેલ પરિસ્થિતથી કેન્દ્ર સરકારને અવગત કરાવવા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે રાહત આપવાની માંગ કરવા માટે દિલ્હીનો પ્રવાસ કરી રહ્યા છે. પરંતુ રાજકીય ચોરે આ ચર્ચા ચાલી રહી છે કે મુખ્યમંત્રી ફડણવીસ ક્ષેત્રમાં સરકાર બનાવવાને લઇને પણ અમિત શાહ સાથે ચર્ચા કરશે.
CM તરીકે સૌ કોઈ ફડણવીસને જોવા માંગે છે: રામ કદમ
ભાજપના નેતા રામ કદમે કહ્યું હતું કે, થોડા દિવસમાં ફડણવીસ સીએમ પદના શપથ લેશે. સીએમ તરીકે બધા ફડણવીસને જોવા માગે છે. રામ કદમે કહ્યું હતું કે NCPના ધારાસભ્યો અને શિવસેનાના ધારાસભ્યો પણ ફડણવીસને સીએમ તરીકે જોવા માગે છે.
15 દિવસમાં બહુમતિ સાબિત કરે ભાજપ: શિવસેના
શિવસેનાના નેતા સંજય રાઉતે ભાજપને 15 દિવસમાં બહુમતી સાબિત કરવા માટે સમય આપ્યો છે. જો ભાજપ બહુમતી સાબિત નહીં કરે તો શિવસેના સાબિત કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. જો કે ભાજપ મહારાષ્ટ્રમાં સૌથી મોટો પક્ષ હોવાથી સરકાર બનાવવાનો ભાજપને પણ અધિકાર છે તેમ સંજય રાઉતે કહ્યું હતું.