Maharashtra CM Uddhav Thackeray Legislative Council membership resigned
મહારાષ્ટ્ર /
BIG NEWS: ઉદ્ધવ ઠાકરેએ CM પદની સાથે વિધાન પરિષદ સભ્પદેથી પણ આપ્યું રાજીનામું
Team VTV10:23 PM, 29 Jun 22
| Updated: 10:32 PM, 29 Jun 22
ઉદ્ધવ ઠાકરેએ ફ્લોર ટેસ્ટ પહેલા જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. સાથે જ વિધાનસભા પરિષદનું સભ્યપદ પણ છોડી દીધું છે.
ઉદ્ધવ ઠાકરેએ CM પદેથી આપ્યું રાજીનામું
વિધાનસભા પરિષદનું સભ્યપદેથી પણ ઠાકરેએ આપ્યું રાજીનામું
સુપ્રીમના ફ્લોર ટેસ્ટના આદેશ બાદ કરી જાહેરાત
સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ કરવાના પક્ષમાં ચુકાદો આપતા ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક પર સંબોધન કરીને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. ઉદ્ધવ ઠાકરેએ ફેસબુકના માધ્યમથી રાજીનામુ આપ્યું છે. સાથે જ વિધાનસભા પરિષદનું સભ્યપદ પણ છોડી દીધું છે.
ઉદ્ધવ ઠાકરેએ આપ્યું રાજીનામું
ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે ફેસબુક લાઇવમાં પોતાનો ત્યાગપત્ર આપી દીધો છે. તેમણે કહ્યું કે, તેમને મુખ્યમંત્રીની ખુરશી જવાનો કોઈ ડર નથી. હું મુખ્યમંત્રી પદ છોડી રહ્યો છું.
ઉદ્ધવે બળવાખોરોને ભાવુક સંદેશ આપ્યો
સુપ્રીમ કોર્ટથી મળેલા ઝટકા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બુધવારે રાત્રે ફેસબુક લાઇવ દ્વારા જનતાને સંબોધિત કરી. સુપ્રીમ કોર્ટે ગુરૂવારે જ ફ્લોર ટેસ્ટ કરવાના આદેશ આપ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંબોધનમાં બળવાખોર એકનાથ શિંદે પર પ્રહાર કર્યા. ઠાકરેએ કહ્યું કે, અમે જે રિક્ષાવાળા, ચા વાળાઓને નેતા-ધારાસભ્ય બનાવ્યા, તેમણે જ અમને દગો આપ્યો. અમે તેમને વાતચીત માટે આમંત્રણ આપ્યું, પરંતુ તેઓ પરત ન ફર્યા.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, અમે ખેડૂતોની દેવામાફીના કામને પૂર્ણ કર્યું. અમે ઉસ્માનાબાદનું નામ ધારાશિવ કરી દીધું છે. અમે ઔરંગાબાદનું નામ સંભાજીનગર કરી દીધું છે. ઉદ્ધવ ઠાકરેએ શરદ પવાર અને સોનિયા ગાંધીના નામનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, અમારે કંઇ નથી જોતું, માત્ર આશીર્વાદ જોઈએ. મુખ્યમંત્રી પદ છોડવાનું અમને કોઈ દુઃખ નથી.
ઉદ્ધવ ઠાકરેએ પણ જણાવ્યું કે સ્થિતિને યોગ્ય કરવા માટે અનેક પ્રકારના પગલા ભરવા પર વિચાર કરવામાં આવી રહ્યો હતો. કોંગ્રેસ મંત્રિમંડળથી બહાર જવા માટે પણ તૈયાર હતી. ઉદ્ધવના અનુસાર તેમણે સ્પષ્ટ ન કર્યું કે અંતે કઇ વાતથી બળવાખોર ધારાસભ્યો નારાજ હતા.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જો તમે મારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હોત તો હું ચોક્કસ વાત કરત. હું આજે પણ વાત કરવા તૈયાર છું. મેં તને મારી જ માની. મને અપેક્ષા નહોતી કે તમે દગો કરશો. મને ખબર પડી છે કે મુંબઈમાં કેન્દ્ર સરકારે સુરક્ષા માટે અલગથી ફોર્સ મોકલી છે. જ્યારે તમે લોકો આવશો ત્યારે સીઆરપીએફ અહીં પ્રવેશવાની છે. મને શરમ આવે છે. શું તમે શિવસૈનિકોના લોહીથી મુંબઇનો રસ્તો લાલ કરવા જઇ રહ્યા છો?
લોકોને સંબોધિત કરતા ઉદ્ધવે કહ્યું કે અમારા કાર્યકર્તાઓએ મહેનત કરી, અમે સંભવ હોય તે બધુ એમને આપ્યું, હું રાજ્યપાલનો આભાર માનું છું કે તેમણે પત્ર મળ્યા પછી તરત નિર્ણય લીધો, જે અમારા હતા તે અમારાથી દૂર થઇ ગયા. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમને દગો દેવાના છે તેવું લાગતું હતું તે સાથે રહ્યા હતા. મેં કોંગ્રેસ અને એનસીપીના નેતાઓએ કહ્યું અમે પદ છોડવા માટે તૈયાર છીએ.