બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / Assembly Election 2024 / મહારાષ્ટ્રમાં આજે શપથ વિધિ, એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેશે કે નહીં? સસ્પેન્સ યથાવત
Last Updated: 02:25 PM, 5 December 2024
Maharashtra CM Oath Ceremony : મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસની પસંદગી કરવામાં આવી છે. આ દરમિયાન હવે ભાજપના દેવેન્દ્ર ફડણવીસ આજે એટલે કે ગુરુવાર અને 5 ડિસેમ્બર સાંજે 5 વાગ્યે CM તરીકે શપથ લેશે. તેમની સાથે શિવસેનાના એકનાથ શિંદે અને NCPના અજિત પવાર પણ ડેપ્યુટી CM તરીકે શપથ લેશે. જોકે તેઓ કેબિનેટમાં કયું પદ લેશે તે અંગે હજુ કંઈ સ્પષ્ટ થયું નથી. ત્રીજી વખત CM બનવા જઈ રહેલા દેવેન્દ્ર ફડણવીસે મોડી રાત્રે શિંદે સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે પોર્ટફોલિયોને લઈને ચર્ચા થઈ હતી.
ADVERTISEMENT
મહત્વનું છે કે, અગાઉ જ્યારે મહાયુતિની બેઠક પછી મહાયુતિની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી ત્યારે પત્રકારોએ શિંદેને પૂછ્યું હતું કે, શું તેઓ ડેપ્યુટી CMના શપથ લેશે, જેના પર તેમણે કહ્યું કે સાંજ સુધી રાહ જુઓ. એટલે કે તેઓ ડેપ્યુટી CM તરીકે શપથ લેશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. તમને જણાવી દઈએ કે, શિંદે ગૃહ મંત્રાલયની માંગ કરી રહ્યા છે. તેઓ કહે છે કે જ્યારે હું CM હતો ત્યારે ગૃહ મંત્રાલય ભાજપ પાસે હતું, તેથી હવે જ્યારે અમને ડેપ્યુટી CMની ઑફર મળી રહી છે ત્યારે અમને પણ ગૃહ મંત્રાલય મળવું જોઈએ.
ADVERTISEMENT
શિવસેનાના નવા ચૂંટાયેલા ધારાસભ્યો શિંદેને મળવા બુધવારે દિવસભર CM આવાસ પર પહોંચ્યા હતા. આ દરમિયાન તમામ ધારાસભ્યો તેમને સરકારમાં સામેલ થવા વિનંતી કરતા રહ્યા.
પાર્ટીના ધારાસભ્ય ભરત ગોગાવલેએ કહ્યું કે, અમે તેમને નવી સરકાર બનાવવા માટે વિનંતી કરી છે. તેનાથી પાર્ટી અને સરકાર બંનેને ફાયદો થશે. શિવસેનાના સૂત્રોનું માનીએ તો શિંદે રાજ્યમાં ગૃહમંત્રી પદ માટે મક્કમ છે. તેમણે BJP હાઈકમાન્ડને કહ્યું છે કે, ગૃહ મંત્રાલય તરફથી ખાતરી મળ્યા બાદ જ તેઓ ડેપ્યુટી CM તરીકે શપથ લેશે. આથી શિંદેએ બુધવારે સાંજે પત્રકાર પરિષદમાં કહ્યું કે, સાંજ સુધી રાહ જુઓ. આનો સ્પષ્ટ અર્થ એ છે કે, તેમને હજુ સુધી ગૃહ મંત્રાલય માટે ભાજપ તરફથી ખાતરી મળી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT