બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / Assembly Election 2024 / ફડણવીસ જ મહારાષ્ટ્રના CM, તો શિંદે અને અજીત પવાર બનશે ડેપ્યુટી સીએમ, આવતીકાલે શપથ
Last Updated: 12:18 PM, 4 December 2024
Maharashtra CM Devendra Fadnavis : મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીને લઈને છેલ્લા 12 દિવસથી ચાલી રહેલું સસ્પેન્સ આજે સમાપ્ત થઈ ગયું છે. મહાયુતિ મહાગઠબંધન (ભાજપ-એનસીપી-શિવસેના)ના ધારાસભ્ય દળની બેઠક માટે પાર્ટીના કેન્દ્રીય નિરીક્ષકો મુંબઈ પહોંચ્યા હતા.
ADVERTISEMENT
Devendra Fadnavis unanimously elected as the Leader of Maharashtra BJP Legislative Party. pic.twitter.com/015hrTDxtn
— ANI (@ANI) December 4, 2024
મુંબઈમાં BJP વિધાયક દળની બેઠક દરમિયાન વિજય રૂપાણીએ કે જેમને મહારાષ્ટ્ર લેજિસ્લેટિવ પાર્ટીની બેઠક માટે કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, તેમણે પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મુખ્યમંત્રી પદ માટે તેમની પસંદગીના નામો પ્રસ્તાવિત કરવા વિનંતી કરી હતી. આ પછી ચંદ્રકાંત પાટીલે દેવેન્દ્ર ફડણવીસના નામનો પ્રસ્તાવ મૂક્યો. સુધીર મુનગંટીવારે પણ ફડણવીસના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.
ADVERTISEMENT
આ બેઠક બાદ દરમિયાન રાજ્યના નવા સીએમની જાહેરાત થઈ ચૂકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદની રેસમાં ભાજપના દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસનું નામ સૌથી આગળ હતું. જે બાદમાં હવે દેવેન્દ્ર ફડણવીસ જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે અને એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી બનશે.
વધુ વાંચો : પંજાબમાં ફાયરિંગની ઘટના, પૂર્વ ડેપ્યુટી સીએમ માંડ માંડ બચ્યા
દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે. ભાજપની કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ 5 ડિસેમ્બરે CM પદના શપથ લેશે. .
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT