બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / Assembly Election 2024 / ફડણવીસ હવે મહારાષ્ટ્રના નવા નાથ, નેટવર્થનો આંકડો ચોંકાવનારો, પત્નીનું પણ રોકાણ કરોડોમાં
Last Updated: 12:33 PM, 4 December 2024
Devendra Fadnavis Net Worth : મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો બાદ CM પદને લઈને ઘણા દિવસોથી ચાલી રહેલ સસ્પેન્સ હવે સમાપ્ત થઈ ગયું છે. બુધવારે મુંબઈમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં યોજાયેલી બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. મતલબ કે, ફડણવીસ ફરી એકવાર રાજ્યના મુખ્યમંત્રી બનશે અને 5મી ડિસેમ્બરે એટલે કે આવતીકાલે મુખ્યમંત્રી પદના શપથ લેશે. શું તમે જાણો છો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવા જઈ રહેલા દેવેન્દ્ર ફડણવીસ પાસે કરોડોની સંપત્તિ છે, જેનો તેમણે ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચ સમક્ષ ખુલાસો કર્યો હતો.
ADVERTISEMENT
વિધાનસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવામાં આવેલી તેમની સંપત્તિની વિગતો અનુસાર તેમની કુલ નેટવર્થ 13.27 કરોડ રૂપિયા છે, જ્યારે તેમની પાસે 62 લાખ રૂપિયાની જવાબદારી પણ છે. ચૂંટણી એફિડેવિટ મુજબ વર્ષ 2023-24 દરમિયાન દેવેન્દ્ર ફડણવીસની કુલ આવક 79.3 લાખ રૂપિયા હતી, જ્યારે તેના એક વર્ષ પહેલા આ આવક લગભગ 92.48 લાખ રૂપિયા હતી. ચૂંટણી એફિડેવિટ મુજબ દેવેન્દ્ર ફડણવીસ અને તેમની પત્નીના બેંક ખાતામાં 5 લાખ રૂપિયાથી વધુની રકમ જમા છે.
ADVERTISEMENT
આ સિવાય મહારાષ્ટ્રના CMએ શેરબજાર, બોન્ડ કે ડિબેન્ચરમાં કોઈ રોકાણ કર્યું નથી, પરંતુ પત્ની અમૃતા ફડણવીસના બોન્ડ, શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં લગભગ 5.63 કરોડ રૂપિયાનું રોકાણ છે. આ સિવાય દેવેન્દ્ર ફડણવીસ પાસે તેમના NSS-પોસ્ટલ સેવિંગ્સ એકાઉન્ટમાં 17 લાખ રૂપિયા જમા છે, જ્યારે તેમની પાસે 3 લાખ રૂપિયાની LIC પોલિસી પણ છે.
લાખોની કિંમતની જ્વેલરી, પરંતુ કાર નહીં
જંગમ મિલકતની અન્ય વિગતો જોઈએ તો દેવેન્દ્ર ફડણવીસ પાસે લગભગ 450 ગ્રામ સોનું છે અને તેમની પત્ની પાસે 900 ગ્રામ સોનું છે. તેની કિંમત લગભગ 98 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. મહારાષ્ટ્રના CMના નામે કોઈ કાર નથી કે તેમની પત્ની પાસે ફોર વ્હીલર પણ નથી. તમને જણાવી દઈએ કે ફડણવીસ પર તેમની પત્ની દ્વારા લેવામાં આવેલી 62 લાખ રૂપિયાની લોનની જવાબદારી છે.
વધુ વાંચો : ફડણવીસ જ મહારાષ્ટ્રના CM, તો શિંદે અને અજીત પવાર બનશે ડેપ્યુટી સીએમ, આવતીકાલે શપથ
3 કરોડ રૂપિયાના ઘરમાં રહે છે CM
મહારાષ્ટ્રમાં ફરી એકવાર CM બનવા જઈ રહેલા દેવેન્દ્ર ફડણવીસ અને તેમની પત્ની અમૃતા ફડણવીસના નામે 1.27 કરોડની ખેતીની જમીન છે. રહેણાંક સંપત્તિ પર નજર કરીએ તો મહારાષ્ટ્રના CM બનવા જઈ રહેલા દેવેન્દ્ર ફડણવીસના નામે 3 કરોડ રૂપિયાનું ઘર અને 47 લાખ રૂપિયાનું બીજું ઘર છે. આ સિવાય તેમની પત્નીના નામે 36 લાખ રૂપિયાની રહેણાંક મિલકત પણ નોંધાયેલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT