બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / મુંબઈ / Politics / maharashtra bandh today over lakhimpur kheri violence mumbai

વિરોધ પ્રદર્શન / લખીમપુર ખીરી હિંસાના વિરોધમાં આ રાજ્યમાં આજે બંધ, જાણો શું ખુલ્લું અને શું બંધ રહેશે

Dharmishtha

Last Updated: 09:00 AM, 11 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્ર સરકારના 3 ગઠબંધન દળો કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાએ લખીમપુર ખીરીની ઘટનામાં માર્યા ગયેલા ખેડૂતોના સમર્થનમાં સોમવારે રાજ્યવ્યાપી બંધનું આહ્વાન કર્યુ છે

  • કોંગ્રેસ રાજ્યભવનની બહાર વિરોધ પ્રદર્શન કરવા માટે મૌન વ્રત કરશે
  • મહારાષ્ટ્ર સરકારના 3 ગઠબંધન દળોએ રાજ્યવ્યાપી બંધનું આહ્વાન કર્યુ
  • બંધને સફળ બનાવવા માંગે છે એમવીએ સરકાર 

મહારાષ્ટ્ર સરકારના 3 ગઠબંધન દળોએ રાજ્યવ્યાપી બંધનું આહ્વાન કર્યુ

મહારાષ્ટ્ર સરકારના 3 ગઠબંધન દળો કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાએ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં થયેલી હિંસાની ઘટનામાં માર્યા ગયેલા ખેડૂતોના સમર્થનમાં સોમવારે રાજ્યવ્યાપી બંધનું આહ્વાન કર્યુ છે.  ત્રણેય પાર્ટી સંયુક્ત ધરના પ્રદર્શન કરશે. આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે. જેમાંથી 4 ખેડૂત હતા. મામલામાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીના દીકરાની ધરપકડ થઈ ચૂકી છે.

 મુંબઈ પોલીસે  રસ્તાઓ પર કર્મીઓની તૈનાતી વધારી

મહારાષ્ટ્ર બંધ દરમિયાન મુંબઈ પોલીસે અયોગ્ય ઘટનાથી બચવા માટે સોમવારે રસ્તાઓ પર કર્મીઓની તૈનાતી વધારી છે. પોલીસ અફસરોનું કહેવું છે કે રાજ્ય રિઝર્વ પોલીસ દળની 3 કંપનીઓ, હોમગાર્ડના 500 જવાન અને સ્થાનીય સશસ્ત્ર એકમોના 400 જવાનો પહેલાથી નવરાત્રિ દરમિયાન સુરક્ષા માટે વધારાની જનશક્તિના રુપમાં તૈનાત કરવામાં આવ્યા છે. પરંતુ બંધને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસ કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે વધારે જનશક્તિનો ઉપયોગ કરશે. સોમવારે રસ્તા પર પોલીસકર્મીઓની સંખ્યા વધારી છે.

આ જગ્યાઓ બંધ

છત્રપતિ શિવાજી માર્કેટ યાર્ડ ટ્રડર્સ અસોસિએશને પણ આ બંધના સમર્થન કર્યુ છે. તેમનું કહેવું છે કે સોમવારે ફળ શાકભાજી, ડુંગળી, બટારાના બજાર સંપૂર્ણ રીતે બંધ રહેશે. વ્યાપારી સંગઠનને તમામ વ્યાપારીઓને સોમવારે પોતાની દુકાન બંધ રાખવાની અપીલ કરી છે. તેમણે ખેડૂતોને અપીલ કરી છે કે તે પોતાની ઉપજથી સોમવારે શહેરોમાં ન જાય. જો કે આ દરમિયાન જરુરી સેવાઓ ચાલુ રહેશે. ખેડૂત સભામાં આ બંધને સમર્થન આપ્યું છે. સંગઠને કહ્યું છે કે 21 જિલ્લામાં આ કાર્યકર્તા સમાન વિચાર વાળા સંગઠનોની સાથે બંધનો સફળ બનાવવા માટે સમન્વય સ્થાપિત કરી રહ્યા છે.

ભાજપે કર્યો વિરોધ

ત્યારે ભાજપે આ મહારાષ્ટ્ર બંધનો વિરોધ કર્યો છે. વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે સત્તારુઢ દળ આ મામલામાં રાજકારણ કર રહ્યા છે. ભાજપના ધારાસભ્યા નિતેશ રાણેએ પણ રાજ્ય સરકારને ચેતવણી આપી છે કે તે દુકાનો જબરજસ્તી બંધ ન કરાવે. જો એમ કર્યું તો તેમને ભાજપ કાર્યકર્તાનો સામનો કરવો પડશે.  તેમણે કહ્યું કે પોલીસ એ સુનિશ્ચિત કરે કે કોઈ પણ દબાણ ન કરવામાં આવે.

બંધને સફળ બનાવવા માંગે છે એમવીએ સરકાર 

ત્યારે એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે રવિવારે જણાવ્યું હતુ કે અડધી રાતથી પ્રદેશ વ્યાપી બંધની શરુઆત થશે. તેમણે કહ્યું હતુ કે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના કાર્યકર્તા નાગરિકોને મળી રહ્યા છે અને તેમને બંધમાં સામેલ થવા તથા ખેડૂતોની સાથે એકજૂથતા દર્શાવવાનો આગ્રહ કરી રહ્યા છે.  રાકાંપા નેતા કહ્યું કે એમવીએની માંગ છે કે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાને સસ્પેન્ડ કરવામાં આવે.

કોંગ્રેસ રાજ્યભવનની બહાર વિરોધ પ્રદર્શન કરવા માટે મૌન વ્રત કરશે

મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે તેમની પાર્ટીએ કાર્યકર્તા અને નેતા રાજ્યભવનની બહાર વિરોધ પ્રદર્શન કરવા માટે મૌન વ્રત કરશે. શિવસેનાના રાજ્યસભા સભસ્ય સંજય રાઉતે શનિવારે કહ્યું હતુ કે તેમની પાર્ટી સંપૂર્ણ શક્તિ સાથે બંધમાં સામેલ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ