Team VTV03:58 PM, 10 Oct 19
| Updated: 05:24 PM, 10 Oct 19
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી (Maharashtra Assembly Election) પહેલા શિવસેનાને મોટો ઝટકો લાગ્યો છે. 26 કોર્પોરેટરો અને લગભગ 300 પાર્ટી કાર્યકર્તાઓએ શિવસેનાથી રાજીનામુ આપી દીધુ છે. એમણે પોતાનું રાજીનામુ શિવેસના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મોકલ્યું છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા શિવેસેનાને મોટો ઝટકો
માનવામાં આવે છે કે તે વિધાનસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણીને લઇને નારાજ હતા. જ્યારે બીજી તરફ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર તેજસ ઠાકરેની બુધવારે એક ચૂંટણી રેલીમાં હાજરીથી તેમના રાજનીતિમાં ઉતરવાની અટકળો તેજ થઇ છે. જોકે, તેમના પિતાએ તેને ફગાવી દીધી.
ઉદ્ધવ ઠાકરે પોતાના ચૂંટણી ભાષણમાં કહ્યું કે પાર્ટી નેતા આદિત્ય ઠાકરેના નાના ભાઇ તેજસ અહમદનગર જિલ્લાના સંગમનેરમાં થયેલ રેલીને માત્ર જોવા આવ્યા હતા. આદિત્ય ઠાકરે 21 ઓક્ટોબરે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં મુંબઇની વર્લી વિધાનસભા બેઠકથી શિવસેનાના ઉમેદવાર છે.