બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / Assembly Election 2024 / મહારાષ્ટ્રમાં ચૂંટણી જંગ જામ્યો! શિંદે જૂથે 20 ઉમેદવારોનું લિસ્ટ કર્યું જાહેર, આદિત્ય ઠાકરે સામે આ નેતા લડશે
Last Updated: 12:29 PM, 28 October 2024
એકનાથ શિંદેની શિવસેનાએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે વધુ 20 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ યાદીમાં સંજય નિરુપમને દિંડોશીથી અને મિલિંદ દેવરાને વર્લીથી ટિકિટ આપવામાં આવી છે. ચૂંટણીની મોસમમાં આ ટોચના નેતાઓ કેટલી પ્રસિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહે છે તે જોવું રસપ્રદ રહેશે. નોંધનીય છે કે મિલિંદ દેવરા વર્લીના ધારાસભ્ય આદિત્ય ઠાકરે સામે મેદાનમાં છે.
ADVERTISEMENT
Shiv Sena releases another list of 20 candidates for the upcoming #MaharashtraAssemblyElections2024
— ANI (@ANI) October 27, 2024
Sanjay Nirupam to contest from Dindoshi Assembly constituency
Nilesh N Rane to contest from Kudal Assembly constituency pic.twitter.com/fOqL2gxvky
અંધેરી પૂર્વ બેઠક પરથી ભાજપના પૂર્વ નેતા મુરજી પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ સીટ પહેલેથી જ સમાચારોમાં હતી કારણ કે શિંદેએ અગાઉ ભૂતપૂર્વ એન્કાઉન્ટર નિષ્ણાત અને એન્ટિલિયા કેસના આરોપી પ્રદીપ શર્માની પત્નીને અહીંથી ઉતારવાની યોજના બનાવી હતી. જો કે, ભાજપે આની સામે જોરદાર વાંધો ઉઠાવ્યો હતો, જે બાદ પ્લાન બદલવો પડ્યો હતો.
ADVERTISEMENT
અંધેરી પૂર્વ બેઠક પરથી ભાજપના પૂર્વ નેતા મુરજી પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ સીટ પહેલેથી જ સમાચારોમાં હતી કારણ કે શિંદેએ અગાઉ ભૂતપૂર્વ એન્કાઉન્ટર નિષ્ણાત અને એન્ટિલિયા કેસના આરોપી પ્રદીપ શર્માની પત્નીને અહીંથી ઉતારવાની યોજના બનાવી હતી. જો કે, ભાજપે આનો જોરદાર વાંધો ઉઠાવ્યો હતો, જે બાદ પ્લાન બદલવો પડ્યો હતો.
મહાયુતિમાં કોણે કેટલા ઉમેદવાર ઉતાર્યા?
ભાજપ = 99+22 = 121
શિવસેના = 45 + 20 = 65
NCP = 38+7 +4= 49
કુલ = 235
મિલિંદ દેવરા આદિત્ય ઠાકરે સામે ચૂંટણી લડશે
મિલિંદ દેવરાને તાજેતરમાં શિવસેના દ્વારા રાજ્યસભાના સાંસદ તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા. હવે તેઓ વર્લી સીટ પર આદિત્ય ઠાકરે સામે ચૂંટણી લડશે. વર્લી, જે મરાઠી મધ્યમ વર્ગ, માછીમાર સમુદાય અને ધનિક વર્ગનો વિસ્તાર છે, એવું માનવામાં આવે છે કે મિલિંદ દેવરા થોડી છાપ છોડી શકે છે. પોતાના નામની જાહેરાત કરતા પહેલા દેવરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કહ્યું હતું કે તેમનું ધ્યાન વર્લીકર માટે પેન્ડિંગ ન્યાય પૂર્ણ કરવા પર છે.
Congress releases another list of 14 candidates for the upcoming #MaharashtraAssemblyElections2024
— ANI (@ANI) October 27, 2024
Andheri West candidature - Sachin Sawant replaced by Ashok Jadhav pic.twitter.com/jG5F6cms29
કોંગ્રેસે મહારાષ્ટ્ર ચૂંટણી માટે તેના ઉમેદવારોની ચોથી યાદી બહાર પાડી છે. આ યાદીમાં પાર્ટીના 14 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પાર્ટીએ અંધેરી વેસ્ટમાંથી પોતાનો ઉમેદવાર બદલ્યો છે. હવે સચિન સાવંતની જગ્યાએ અશોક જાધવને ટિકિટ આપવામાં આવી છે.
આદિત્ય ઠાકરેએ ઝાટકણી કાઢી
વર્લીના વર્તમાન ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ કહ્યું કે મહાયુતિને છેલ્લા પાંચ વર્ષમાં તેમની સામે એક પણ ઉમેદવાર મળી શક્યો નથી. જો કે, આદિત્યએ ટોણો માર્યો હતો કે ઘણા ઉમેદવારો ફક્ત પોતાના પ્રચાર માટે જ મેદાનમાં હશે.
વધુ વાંચોઃ
નજીકના માહિમ મતવિસ્તારના વર્તમાન ધારાસભ્ય, સદા સરવંકરે દાવો કર્યો હતો કે લોકો શિવસેનાના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેના વૈચારિક વારસાને આગળ વધારનારાઓને મત આપશે. દરમિયાન, આદિત્ય ઠાકરેના સહયોગી અને બાંદ્રા પૂર્વ મતવિસ્તારના ઉમેદવાર વરુણ સરદેસાઈએ કહ્યું કે અમે ઉદ્ધવ ઠાકરેને ફરી એકવાર મુખ્યમંત્રી બનાવવા માટે આ ચૂંટણી લડી રહ્યા છીએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.