Maharashtra announces rules for Corona, passengers from these states must be tested
કોવિડ 19 /
મહારાષ્ટ્ર સરકારે ગુજરાત સહિત ચાર રાજ્યોના મુસાફરો માટે જાહેર કર્યા નવા નિયમ, આ નહીં હોય તો નો એન્ટ્રી
Team VTV06:39 PM, 23 Nov 20
| Updated: 09:06 PM, 23 Nov 20
કોરોનાના વધી રહેલા કેસોને પગલે મહારાષ્ટ્ર સરકારે એક આદેશ જાહેર કર્યો છે જે પ્રમાણે ગુજરાત, રાજસ્થાન, દિલ્હી અને ગોવા થી મુંબઈ આવનાર મુસાફરો માટે કોરોના ટેસ્ટિંગ ફરજિયાત કરી નાખવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રે મુસાફરો માટે જાહેર કર્યા નિયમો
નેગેટિવ RT-PCR રિપોર્ટની મૂકાઈ શરત
દિલ્હી, રાજસ્થાન, ગોવા અને ગુજરાત માટે બનાવ્યા નિયમો
સરકારે એવું પણ સ્પષ્ટ કર્યું છે કે મુંબઈથી ફ્લાઇટની બોર્ડિંગ માટે નેગેટિવ RT - PCR રિપોર્ટને ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. ફ્લાઇટ લેન્ડ થવાના 72 કલાક પહેલા અને ટ્રેનના કિસ્સામાં 96 કલાક પહેલા આ ટેસ્ટ કરાવવો ફરજિયાત રહેશે.
ચાર રાજ્યો માટે બનાવ્યા નિયમો
" દિલ્હી, રાજસ્થાન, ગોવા અને ગુજરાતથી આવનારા મુસાફરો માટે ફ્લાઇટના શેડ્યુલ્ડ ટાઈમ ના 72 કલાક પહેલા નેગેટિવ RT-PCR રિપોર્ટ કરાવવો ફરજિયાત કરી દેવામાં આવ્યો છે, આવું મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં જાહેર કરેલા એકલ નોટિફિકેશનમાં જણાવ્યું હતું.
સાથે જ નોટિફિકેશનમાં એવું પણ જણાવાયું હતું કે ટ્રેનના કિસ્સામાં આ સમયસીમા 96 કલાકની રાખવામાં આવી છે.
મહારાષ્ટ્ર સરકારે બહાર પાડ્યું છે જાહેરનામું
વધુમાં મહારાષ્ટ્ર સરકારના આ જાહેરનામામાં એવું જણાવાયું છે કે જો કોઈ પણ વ્યક્તિને કોરોનાના લક્ષનોન જણાશે તો' તેને એન્ટિજન ટેસ્ટમાંથી પસાર થવું પડશે અને જો તે સંક્રમિત જાહેર થાય છે તો ફરજિયાત પણે તે વ્યક્તિને કોરોના કેર સેન્ટરમાં ભરતી થવું પડશે અને સ્વખર્ચે કોરોનાની સારવાર કરાવવી પડશે.
મહારાષ્ટ્રમાં હાલમાં કોરોના કેસોમાં ઘણો ઉછાળો જોવા મળી રહ્યો છે, નોંધનીય છે કે હાલમાં જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજ્યમાં જો પરિસ્થિતિ બગડી દ્વારા બીજા લોકડાઉન અંગેની ચેતવણી અપાઈ ચૂકી છે.