બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Maharaja of Ujjain will give darshan in 9 different forms Know why Shivratri is celebrated for 9 days

ઓમ નમઃ શિવાય / 9 અલગ અલગ રૂપમાં દર્શન આપશે ઉજ્જૈનના મહારાજા: જાણો કેમ 9 દિવસ ઉજવાય છે શિવરાત્રી?

Arohi

Last Updated: 09:51 AM, 15 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં મહાકાલ મંદિરમાં શિવનવરાત્રી ઉજવવાની પરંપરા છે. 10 ફેબ્રુઆરીથી શરૂ થઈને શિવરાત્રી સુધી તે ચાલશે. બાબા મહાકાલ 9 દિવસ 9 અલગ અલગ રૂપોમાં દર્શન આપશે.

  • 9 દિવસ 9 રૂપોમાં દર્શન આપશે બાબા મહાકાલ 
  • દેશભરમાં મહાકાલ મંદિરમાં શિવનવરાત્રીની પરંપરા 
  • 10 ફેબ્રુઆરીથી શરૂ થઈને શિવરાત્રી સુધી થશે ઉત્સવ 

દેશભરના જ્યોતિર્લિંગમાં એક માત્ર ઉજ્જૈનના બાબા મહાકાલના મંદિરમાં નવ દિવસની શિવરાત્રી ઉજવવામાં આવે છે. તે સમયે ભગવાન મહાકાલ 9 દિવસો સુધી અલગ અલગ રૂપોમાં ભક્તોને દર્શન આપે છે. 

ત્યાં જ અંતિમ દિવસ સુધી શિવરાત્રિ મહાપર્વ પર ભગવાનને સાફો પહેરાવવામાં આવે છે. આજ દિવસે વર્ષમાં એક વખત બાબા મહાકાલને બપોરના સમયે ભસ્મ લગાવવામાં આવે છે. શિવનવરાત્રીની શરૂઆત આ વખતે 10 ફેબ્રુઆરીથી થઈ રહી છે. 

નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે શિવરાત્રી
શ્રી મહાકાલેશ્વર મંદિરમાં શિવરાત્રિનો પર્વ એટલા માટે પણ ખાસ છે કારણ કે આ પર્વને 9 દિવસ સુધી ઉજજવામાં આવે છે. દરરોજ બાબાને સુંદર શણગારની સાથે પૂજા, અભિષેક અને અનુષ્ઠાન કરાવવામાં આવે છએ. પરંપરા અનુસાર 10 ફેબ્રુઆરીએ સવારે નિવેદ કક્ષમાં ભગવાન ચંદ્રમૌલેશ્વરનુ પૂજન કરવાની સાથે શિવનવરાત્રીની શરૂઆત કરવામાં આવે છે. 

કોટેશ્વર મહાદેવને ચંદનની સાથે જલાધારી પર હળદળ અર્પિત કરવામાં આવે છે. જ્યાં પૂજા બાદ ગર્ભગૃહમાં ભગવાન મહાકાળનું પંચામૃત અભિષેક પૂજન કરવામાં આવશે. ત્યાં જ બ્રાહ્મણો દ્વારા એકાદશિનો રૂદ્ર પાઠ થશે. બપોરમાં ભોગ અને આરતી પછી ત્રણ વાગ્યે સંધ્યા પૂજા કરી ભગવાનને ખાસ શણગાર સજાવવામાં આવે છે. 

મંદિરની પરંપરા અનુસાર શિવનવરાત્રી વખતે નવ દિવસ પં.રમેશ કાનડકરજી દ્વારા નારદીય સંકીર્તનની કથા કરવામાં આવશે. પં.મહેશ પુજારીએ જણાવ્યું કે પહેલા દિવસે ભગવાન મહાકાલનો ચંદનથી શણગાર થાય છે. ભગવાનને સાલ અને દુપટ્ટો ધારણ કરાવવામાં આવે છે. દરરોજ અલગ અલગ શણગાર કરવામાં આવે છે. 

નવ દિવસે થાય છે આવા અલગ અલગ શણગાર 

  • પહેલા દિવસે- ભગવાન મહાકાલને ચંદનથી શણગાર, જલાધારી પર હળદર અર્પણ કરવામાં આવે છે. 
  • બીજા દિવસે- ભગવાનનો શેષનાગના રૂપમાં શણગાર કરવામાં આવે છે. 
  • ત્રીજા દિવસે- ભગવાનના ઘટાટોપ શણગાર 
  • ચોથા દિવસે- ભગવાનનું છબના શણગાર 
  • પાંચમા દિવસે- હોલકર રૂપમાં શણગાર 
  • છઠ્ઠા દિવસે- મનમહેશ રૂપમાં શણગાર 
  • સાતમાં દિવસે- ઉમા-મહેશ રૂપમાં શણગાર 
  • આઠમાં દિવસે- શિવ તાંડવ રૂપમાં શણગાર 
  • નવમાં દિવસે- નિરાકાર રૂપ બીજા દિવસે સાફાના દર્શન 

સંકળાયેલા મુદ્દાઓ

Maharaja of Ujjain Shivratri darshan મહાકાલ મંદિર શિવરાત્રી Mahashivratri 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ