Sunday, August 18, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

Article 370 / ઐતિહાસિક સંબંધ, કાશ્મીરના રાજવી હરિસિંહનું આવું છે કાંઇક રસપ્રદ ગુજરાત કનેક્શન

ઐતિહાસિક સંબંધ, કાશ્મીરના રાજવી હરિસિંહનું આવું છે કાંઇક રસપ્રદ ગુજરાત કનેક્શન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી ધારા 370 અને 35 -A નાબૂદ કર્યા બાદ દેશભરમાં હાલ જમ્મુ કાશ્મીરની ચર્ચા ચાલી રહી છે. તે સાથે  જમ્મુ-કાશ્મીરના તે વખતના મહારાજા હરીસિંહ પણ ચર્ચામાં છે ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે,રાજા હરિસિંહનું ગુજરાત સાથે પણ કનેક્શન છે. 

ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરને ભારત દેશના શિરમોર મુગટ સમાન અને ધરતીનું સ્વર્ગ માનવામાં આવે છે. આ રાજ્ય આમતો સહેલાણીઓ માટે બારેમાસ ચર્ચામાં હોય છે. પરંતુ  જ્યારથી  જમ્મૂ-કાશ્મીર રાજ્ય માટે બંધન બની ગયેલી કલમ 370 હટાવી દેવામાં આવી છે ત્યારથી આ રાજ્યની ચર્ચા વધુ થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે  સાહસિક કદમ ઉઠાવી જમ્મુ કાશ્મીરમાંથી 370 ની કલમ અને 35એ ની કલમ નાબૂદ કરી અને ઇતિહાસ રચ્યો છે. 

જો કે આ સિવાય પણ જમ્મુ કાશ્મીરનો એક  ઈતિહાસ છે અને એ ઈતિહાસ જમ્મૂકાશ્મીર અને ગુજરાતને સાંકળી રહ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે, પરંતુ ઈતિહાસના પાનાં ખોલશો તો એ જરૂર જાણવા  મળશે કે,જમ્મુ કાશ્મીરના રાજા હરિસિંહ અને ગુજરાતના તે વખતના ધરમપુર રાજ્ય વચ્ચે અતૂટ સંબંધ હતો. જેનો ઈતિહાસ કહી રહેલો આ રાજમહેલનો કિલ્લો પણ એનો સાક્ષી રહ્યો છે.  

જમ્મુ કાશ્મીરના રાજા હરિસિંહનું સાસરુ ધરમપુર હતું ..ધરમપુરના તે વખતના મહારાણા વિજય દેવજી રાણાની રાજકુંવરી ધનકુંવર બાઈજી  સાથે થયા હતા. વર્ષ 1923 ની 30 મી એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના રાજા હરિસિંહ અને ધરમપુરની રાજકુમારી ધનકુંવર બાઈજીના ધામધુમપુર્વક લગ્ન થયા હતા.  
 

30 મી એપ્રિલ 1923 ના દિવસે ધરમપુરના મહારાજા હરિસિંહ પુરા લાવ લશ્કર અને તામઝામ  સાથે ધરમપુરની રાજકુમારી ધન કુંવરબાની સાથે જમ્મુ કાશ્મીર થી લગ્ન કરવા ટ્રેન મારફત વલસાડ પહોંચ્યા હતા. લગ્ન નિમિત્તે રાજા ધરમપુરના પ્રવેશદ્વારથી રાજમહેલ સુધી હરિસિંહનો વરઘોડો પણ નીકળ્યો હતો. ધરમપુરની રાજકુમારી ધન કુંવરબાઇજી સાથે જમ્મુ કાશ્મીરના રાજા હરિસિંહ ના લગ્ન પ્રસંગે  દેશભરના રાજા રજવાડા ને આમંત્રણ આપવામાં આવ્યું હતું. 

એ લગ્ન  પ્રસંગે  બ્રિટિશ સરકારના અધિકારીઓને પણ આમંત્રણ અપાયું  હતું. જમ્મુ કાશ્મીરના રાજા હરિસિંહ અને ધરમપુરની રાજકુમારી ધન કુંવર બાઈજીના લગ્નનું સત્તાવાર ગેઝેટ ધરમપુર સ્ટેટ દ્વારા 11 મી ઓગસ્ટ, 1923 ના દિવસે પ્રસિદ્ધ થયું હતું. આમ પૂરા ઠાઠ સાથે જમ્મુ કાશ્મીરના રાજા હરિસિંહ અને ધરમપુર સ્ટેટની રાજકુમારી ધન કુંવર બાઈજીના લગ્ન થયા હતા. .આ તસવીરો એ ઈતિહાસને ફરીવાર આંખ સામે તાજો કરી રહી છે. 

એ લગ્નપ્રસંગની સાક્ષીરૂપ ઐતિહાસિક તસવીરો આજે પણ સચવાયેલી છે..જેને ધરમપુરના તે વખતના રાજ્યના નજીકના કુટુંબો આજે પણ એ યાદને આલબમ સ્વરૂપે સાચવી રહ્યા છે..લગ્ન કંકોતરીથી લઇ ને  ફોટો આલબમ આજે પણ ધરમપુરના વંશજોએ સાચવી  રાખ્યો છે.

વડાપ્રધાન નરેદ્ર મોદી અને કેદ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હિંમતભર્યા પગલાંની સમગ્ર દેશમાં પ્રશંસા થઈ રહી છે લોકો પણ આવકારી રહ્યા છે. ત્યારે જમ્મુ કાશ્મીરના રાજા હરિસિંહ ના સાસરીયા એવા ધરમપુર રાજઘરાનાના હયાત વંશજોએ પણ વડાપ્રધાન નરેદ્ર મોદીના જમ્મુ કાશ્મીરમાંથી 370મી કલમ નાબૂદ કરવાના હિંમત ભર્યા પગલાંએ આવકાર્યું હતું . 

જોકે ધરમપુરના છેલ્લા રાજા વિજય દેવજી રાણાને સંતાનોમાં માત્ર પુત્રીઓ જ હતી. આથી તેમનો રાજવંશ આગળ વધી શક્યો નથી. પરંતુ તેમની બીજા નંબરની પુત્રીના પુત્રો એટલે કે ધરમપુરના રાજા વિજય દેવજીના ભાણા અત્યારે ધરમપુરમાં હયાત છે અને ઐતિહાસિક રાજવારસાની જાળવણી કરી રહ્યા છે. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ