બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / સ્ટે બાદ 'મહારાજ' રિલીઝ તો થઈ ગઇ, પરંતુ લોકોને પસંદ આવી કે નહીં? જાણો શું છે લોકોના રિવ્યૂ

મનોરંજન / સ્ટે બાદ 'મહારાજ' રિલીઝ તો થઈ ગઇ, પરંતુ લોકોને પસંદ આવી કે નહીં? જાણો શું છે લોકોના રિવ્યૂ

Last Updated: 02:07 PM, 22 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maharaj Movie Review: ઘણા લોકો જાણવા માગે છે કે ગુજરાત હાઈકોર્ટના સ્ટે બાદ રીલીઝ થયેલ આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની ડેબ્યૂ ફિલ્મ કેવી છે? ફિલ્મ જોયા બાદ દર્શકો સોશિયલ મીડિયા પર પોતાના રિવ્યૂ આપી રહ્યા છે.

આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની ડેબ્યૂ ફિલ્મ 'મહારાજ' શુક્રવારે 21 જૂને નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મ અગાઉ 14 જૂને રિલીઝ થવાની હતી, પરંતુ ગુજરાત હાઈકોર્ટના સ્ટેના કારણે રિલીઝ થઈ શકી ન હતી. શુક્રવારે કોર્ટે લીલી ઝંડી આપી હતી અને એ પણ કહ્યું હતું કે તેમાં કશું વાંધાજનક નથી.

યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં જુનૈદ ખાન ઉપરાંત જયદીપ અહલાવત, શાલિની પાંડે અને શર્વરી વાળા પણ છે. આ ફિલ્મ ધર્મના ઠેકેદાર બનેલા અધર્મી બાબા પર આધારિત છે, જેની વાર્તા એક પત્રકાર કરસનદાસ મૂળજીએ ઉજાગર કરી હતી. જુનૈદ પત્રકાર કરસનદાસનું પાત્ર ભજવે છે અને ફિલ્મ જોયા બાદ દર્શકો સોશિયલ મીડિયા પર પોતાના રિવ્યૂ આપી રહ્યા છે.

Website Ad 3 1200_628

ઘણા લોકો જાણવા માગે છે કે આમિર ખાનના પુત્રની પહેલી ફિલ્મ કેવી છે? એવામાં અમે તમારા માટે સીધા દર્શકો પાસેથી જ રિવ્યૂ લાવ્યા છીએ. જે લોકોએ આ ફિલ્મ જોઈ છે તે લોકો હવે ટ્વીટ પર આ ફિલ્મ વિશે તેમના મંતવ્યો કહી રહ્યા છે, એવામાં લોકોને આ ફિલ્મ કેવી લાગી ચાલો એ જાણીએ.

આ ફિલ્મ સૌરભ શાહના પુસ્તક 'મહારાજ' પર આધારિત છે અને ફિલ્મ મહારાજમાં જુનૈદ ખાને કરસનદાસ મૂળજીનું પાત્ર ભજવ્યું છે, જે એક પત્રકાર અને સમાજ સુધારક છે, એમને સ્વતંત્ર ભારતમાં મહિલાઓના અધિકારોની હિમાયત કરી હતી અને લડ્યા હતા. આ ફિલ્મ 1862ના મહારાજ બદનક્ષી કેસ પર આધારિત છે.

ફિલ્મમાં જયદીપ અહલાવતે મહારાજની ભૂમિકા ભજવી છે, જેમના અનુયાયીઓ તેમને 'જેજે' તરીકે ઓળખે છે. ભક્તોની આસ્થા એટલી ઊંડી છે કે તેમાં તર્કને બિલકુલ અવકાશ નથી અને તેનો ફાયદો ઉઠાવીને 'જેજે' અનેક ખોટા કામો કરે છે, જેમાંથી એક છે મહિલાઓ સાથે અભદ્રતા. ચરણ સેવાની પરંપરાના નામે મહિલાઓનું શારીરિક શોષણ. જ્યારે કરસનદાસ મહારાજ પર સવાલ ઉઠાવે છે, ત્યારે મહારાજ તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરે છે અને મામલો કોર્ટમાં જાય છે.

ફિલ્મ જોયા બાદ ઘણા દર્શકો જુનૈદની એક્ટિંગના વખાણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે, 'જુનૈદની નેચરલ એક્ટિંગે ફિલ્મને વધુ રસપ્રદ બનાવી છે'. એક યુઝરે કહ્યું, 'જુનૈદ ખાને પત્રકારની ભૂમિકામાં કેટલું શાનદાર કામ કર્યું છે. આ તેની ડેબ્યુ ફિલ્મ છે એવું નહતું લાગતું.' એક યુઝરે લખ્યું, 'આ ફિલ્મ તમને વિચારવા મજબૂર કરે છે અને જુનૈદ વિશે શું કહેવું, આ તેનું પાવરફુલ ડેબ્યુ છે.'

વધુ વાંચો: 'હું તો માનવતા પર...', સોનાક્ષી સિન્હાએ ધર્મ પરિવર્તન કરવા અંગેની અટકળો પર સસરાએ તોડ્યું મૌન

બીજી તરફ ઘણા લોકો કહી રહ્યા છે કે જુનૈદ ખાન તેની આ ડેબ્યૂ ફિલ્મમાં ઊંડી છાપ છોડી શક્યો નથી. ફિલ્મમાં તેની બોડી લેંગ્વેજ ખૂબ જ કડક છે અને દરેક સીન એવું લાગી રહ્યું છે કે એ બસ એક્ટિંગ કરે છે, તેની સામે જયદીપ અહલાવત આ ફિલ્મના મેઈન હીરો તરીકે ઊભરી આવ્યા છે. જયદીપ વિના આ ફિલ્મ જોવામાં મજા ન પડી હોત. ‘મહારાજ’ ફિલ્મ જોઈને ઘણા એમ પણ કહી રહ્યા છે કે વેબ-સિરીઝ બનાવવામાં આવી હોત તો આ વાર્તાને પૂરતું ન્યાય આપી શકાયું હોત.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Maharaj Movie Maharaj Movie Review junaid khan Debut
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ