બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / યુવતી સાથે 7 મહિના સુધી રંગરેલિયા મનાવી મહંત ગોવિંદગીરી મહારાજ ફરાર, યુવતીએ કહ્યું 'Pls મને ન્યાય અપાવો'
Last Updated: 10:31 PM, 30 November 2024
જૂનાગઢના એક સાધુનો એક મહિલા સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ થતાં જૂનાગઢ પંથકમાં ચર્ચાનો વિષય બનવાની સાથે સાથે સાધુ – સંતોમાં આક્રોશ ફેલાયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ આ સાધુનું નામ મહંત ગોવિંદગિરિ મહારાજ હોવાનું બહાર આવ્યું છે જેણે વડોદરાની યુવતી સાથે લગ્ન કરવાનું નાટક કરી તેની સાથે પણ ઠગાઇ કરી તેને છોડીને ક્યાંક ચાલ્યા ગયા હોવાની માહિતી મળી હતી.
ADVERTISEMENT
ફોટોગ્રાફ્સ અને વીડિયો ડિલિટ દીધા
મહિલા સાથેનો બીભત્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોના કારણે જૂનાગઢ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયો બાદ જે યુવતી સાથેનો વીડિયો હતો તે યુવતી વડોદરાની હોવાનું બહાર આવ્યું છે અને તેણીએ ખુદ મહારાજ સાથેના અવારનવાર વીડિયો અને ફોટોગ્રાફ્સ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મુક્યા છે. તે રીતે જૂનાગઢના સાધુએ પણ બંન્નેના વીડિયો અને ફોટોગ્રાફ્સ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મુક્યા હતા. પરંતુ થોડા સમય પહેલા તે ફોટોગ્રાફ્સ અને વીડિયો ડિલિટ દીધા છે.
ADVERTISEMENT
યુવતીિ જોડે રીલેશનશીપમાં હતા
યુવતી જણાવે છે કે જે વીડિયો વાયરલ થયો છે, તે મહંત ગોવિંદગીરી મહારાજનો છે. તે મૂળ રાજસ્થાનના હોવાનું જણાવતા હતા. વિતેલા સાત મહિનાથી તેઓ યુવતિ જોડે રીલેશનશીપમાં હતા. દરમિયાન મહંતે યુવતિ જોડેથી રૂ. 50 હજાર પણ લીધા હતા. બાદમાં કોઇ મિલકત બાબતનો પ્રશ્ન હોવાથી તેઓ પાછો આવીશ તેમ જણાવીને જતા રહ્યા હતા. બાદમાં યુવતિએ સંપર્ક કરતા કોઇ પત્તો લાગ્યો ન્હતો. એક સમય બાદ મહંતે યુવતિનો ફોન નંબર બ્લોક કરી દીધો હતો. હવે પીડિત યુવતિ ન્યાયની માંગણી કરી રહી છે.
તમામ ખર્ચ યુવતિએ ભોગવ્યો હતો
યુવતિએ બંનેના સંબંધ અંગે જણાવ્યું કે, હરિદ્વારની ગંગા નદીમાં સ્નાન કરવા માટે યુવતિ ગઇ ત્યારે તેનો ગોવિદગીરી મહંતનો સંપર્ક થયો હતો. મહંત ગોવિંદગીરીનું મૂળ નામ ગોવિંદ પુરોહિત છે, અને તે બિકાનેર, રાજસ્થાનનો રહેવાસી છે. બંને વડોદરા બે મહિના, હરિદ્વાર પાસેના બિરલા ઘાટ આશ્રમમાં ત્રણ મહિના અને બે મહિના નાસિકના ત્ર્યંબકેશ્વર ખાતે રહ્યા હતા. જેનો તમામ ખર્ચ યુવતિએ ભોગવ્યો હતો.
આ પણ વાંચો: 'જયંતિ સરધારાએ સમાજને બદનામ કરવા સોપારી લીધી..' સરદારધામ વિવાદને લઈ દિનેશ બાંભણિયાનો આરોપ
ગંગા નદી હરિદ્વાર સ્નાન માટે ગઇ હતી ત્યારે મહંત ગોવિંદગિરિ સંપર્કમાં આવ્યા હતા. મહંત ગોવિંદગિરિનું મૂળ નામ ગોવિંદ પુરોહિત અને બિકાનેર રાજસ્થાનના રહેવાસી.હરિદ્વાર બિરલા ઘાટ પાસેના આશ્રમમાં ત્રણ મહિના રહ્યા અને બે મહિના નાસિક ત્રંબકેશ્વર ખાતે રહ્યા હતા અને ત્રણ મહિના વડોદરા સાથે રહ્યા અને તમામ ખર્ચ મેં ભોગવ્યો હતો. મહંત ગોવિંદગિરિ મહારાજ ઉર્ફે ગોવિંદ પુરોહિતે મારી સાથે ઠગાઇ કરી છે તે રીતે બીજા અનેક લોકો સાથે ફ્રોડ કર્યા છે. તેઓ જૂનાગઢના હરિગીરિ મહારાજના શિષ્ય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.