મહામંથન / લ્યો હવે વચેટિયાઓ ખેડૂતોના વેરી બન્યા, ખેડૂત ક્યાં સુધી પીડાતો રહેશે

એવુ લાગે છે કે ખેડૂતો માટે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ છે. પાક વીમો, અતિવૃષ્ટિથી થયેલી નુકસાની એ બધી સમસ્યાઓ પૂરી ન થઈ ત્યાં ફરી પાછા વચેટિયાઓ ખેડૂતોના વેરી બની ગયા. હાલ એવી સ્થિતિ છે કે ગુજરાતમાં ઘણી જગ્યાએ ખેડૂતોએ શાકભાજી રસ્તા પર ફેંકી દીધાનો વારો આવ્યો જેની પાછળનું કારણ એ હતું કે ખેડૂતો પાસે પાણીના ભાવે ખરીદેલા શાકભાજી વેપારીઓ ઉંચી કિંમતે વેંચે અને નફાખોરીમાં વેપારીઓ અને વચેટિયા જ બધો દલ્લો લઈ જાય.. ત્યારે આ સમસ્યાને નિવારવા સરકાર પાસે કોઈ રોડમેપ છે કે નહીં. ખેડૂત કયાં સુધી આવી સમસ્યાઓથી પીડાતો રહેશે, આ જ વિષય પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ