મહામંથન / કાળનાણાંના રાવણનું દહન કયારે ?

બ્લેકમની. એક એવો વાયદો જે મોદી સરકારે 2014માં સત્તા પર આવતા પહેલા આપ્યો હતો. જો કે વાયદો પૂર્ણ કરવામાં કેટલીક અડચણોને કારણે મોડું ભલે થયું હોય પણ અંતે જનતાને આપેલો વાયદો સરકારે નિભાવ્યો ખરો. સ્વિસ બેંકમાં રહેલા ભારતીયોના કાળા નાણા અંગેની માહિતી મળવી તે એક રીતે જોઈએ તો સરકારની સૌથી મોટી સિદ્ધી કહીં શકાય.એવું એટલા માટે કે જે સ્વિસ બેંક કાળુનાણુ છુપાવવા માટેનું માધ્યમ હતું. તે જ સ્વિસ બેંકે આ માહિતી ભારત સરકારને આપી છે. ત્યારે અહીં સવાલ એ છે કે શું સરકારના આ નિર્ણય બાદ ખરેખર દેશમાંથી કાળાનાણાના રાવણનો અંત થશે? શું દેશ તમામ કરચોરો પકડમાં આવશે? અંતે કરચોરી ક્યારે બંધ થશે? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ