મહામંથન / નવા ગણોતધારા નિયમમાં શું ફાયદા છે? નવા નિયમોથી કોને શું થશે ફાયદો?

રાજ્ય સરકારે છેલ્લા કેટલાક દિવસોમાં લીધેલા નિર્ણય પ્રજાહિત માટે સારા માનવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારે જમીન ખરીદી અંગેના ગણોત કાયદાઓમાં ધરખમ ફેરફાર કર્યા છે...મહેસુલી કાયદાઓની જોગવાઈઓમાં ફેરફાર કરીને સરકારે ઔદ્યૌગિક મુડી રોકાણોને આકર્ષિત કરવા સુધારા કર્યા છે. હવે શૈક્ષણિક હેતુસરની ખેતીની જમીન ખરીદવા કલેક્ટરની મંજૂરી નહીં લેવી પડે. આ સિવાય કૃષિ, પશુપાલન અને મેડિકલ યુનિવર્સિટી માટે ખેતીની જમીન આસાનીથી લઈ શકાશે. સરકારે જમીન ખરીદીના નિયમોમાં કરેલા ફેરફારથી લોકોને સારો એવો ફાયદો થશે . ત્યારે આ નવા નિયમોથી શું ફેરફાર થશે. કેવી રીતે ગુજરાતનો વિકાસ આગળ વધશે. જમીનના નવા નિયમોમાં કેવા ફેરફાર કરાયા છે. નવા નિયમોથી કોને ક્યો ફાયદો થશે આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ