મહામંથન / શું ભારતમાં ગરીબ-અમીર વચ્ચેનો ભેદ ગંભીર નથી? આર્થિક અસમાનતાનો ઉકેલ ખરો?

કહેવાય છે કે સૌથી મોટો કોઈ ગુનો હોય તો તે છે ગરીબ હોવું તે ..આ વિધાનને સાચુ પૂરવાર કરે છે અમીર અને ગરીબ વચ્ચે આપણા સમાજ દ્વારા રાખવામા આવેલી ભેદરેખા. આ ભેદરેખા એવી છે જે આપણને લાગે છે સામાન્ય. પરંતુ તે જ સામાન્ય ભેદ રેખા સામાન્ય માણસના જીવન પર ઘણો ખરો પ્રભાવ પાડતી જાય છે. તાજેતરમાં જ દાવોસમાં ચાલી રહેલા ઈકોનોમિક ફોરમમાં સામે આવેલા રિપોર્ટે તમામ ભારતીયોને એ વિચારવા મજબૂર કરી દીધા છે કે શું ભારતમાં ગરીબોનુ કોઈ અસ્તિત્વ છે કે કેમ? રિપોર્ટ મુજબ દેશના એક ટકા અમીરો પાસે દેશની 70 ટકા વસ્તી કરતા 4 ગણુ વધુ ધન છે. એટલું જ નહીં પણ દેશના 63 અબજપતિઓ પાસે દેશના બજેટ કરતા પણ વધુ નાણાં છે..ત્યારે અહીં સવાલ એ છે કે એવુ તો કયુ કારણ છે કે જેના કારણે આવી આર્થિક અસમાનતા વધતી જ જઈ રહી છે? કેમ અમીર વધુ અમીર થઈ રહ્યો છે અને ગરીબ વધુ ગરીબ થઈ રહ્યો છે? આ અસમાનતાનો આખરે અંત ક્યારે આવશે? આ જ તમામ બાબતો પર છે આજનું મહામથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ