મહામંથન / સરસ્વતીના ધામમાં નથી શોભતા ષડયંત્ર! અહીં ભણતર સિવાય બધા કામ?

આજકાલ માહોલ એવો છે કે દેશના જાણીતા વિદ્યાલયોમાં કાં તો કોઈ ગેરરીતિ બહાર આવે છે અથવા તો દેશના જ કોઈ મુદ્દાને લઈને વિદ્યાલયો ઉગ્ર વિરોધ કરી રહ્યા હોય છે. વિદ્યાર્થીનો વિરોધ દુનિયાનો કોઈપણ દેશ અવગણી ન શકે એ દિવા જેવી સ્પષ્ટ વાત છે પરંતુ વિદ્યાર્થીઓની પણ એ ફરજ છે કે તેઓ ન ભૂલે કે તેઓ જ દેશનુ ભવિષ્ય છે. વિદ્યાર્થીઓ જો હિંસા ફેલાવે, અથવા અરાજકતા ફેલાવે તે કેટલુ યોગ્ય.. વિદ્યાર્થીઓ પરીક્ષામા ચોરી કરે તે કેટલુ યોગ્ય. જે ધામ સરસ્વતીનું છે ત્યાં ભણવા સિવાયના જ બધા કામ કેમ થાય છે.. વાત માત્ર દિલ્લીની જામિયા યુનિવર્સિટી કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની નથી કે નથી વાત ગોંડલમાં ભાજપના નેતા દ્વારા ડમી ઉમેદવાર બેસાડવાની.. વાત સર્વગ્રાહી છે જેની ચર્ચા થવી જરૂરી છે, આ જ વિષય પર છે આજનુ મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ