મહામંથન / કાયદાની સરળતાને સમજો, બંધારણની હક અને ફરજો શું છે?

કાયદાથી પર કંઈ નથી અને કાયદાથી કોઈ છટકી પણ નથી શકતુ. ભારતના બંધારણમાં કાયદાની જોગવાઈ એવી રીતે કરાઈ છે કે દુનિયાના કાયદાઓએ પણ ભારતના કાયદામાંથી શીખ લેવી પડે. બંધારણની રચના સમયે કાયદાની એક એક કલમમાં તેની જોગવાઈઓને તરાસી તરાસીને મુકવામાં આવી છે. ભારતનો કાયદો અને બંધારણ ભારતના નાગરિકને હક પણ એટલા અપાવે છે અને અધિકાર પણ...વર્તમાન સમયમાં કાયદાથી અજાણ લોકો ક્યાંક ભરમાઈ જાય છે તો ક્યાંક ભૂલનો ભોગ બને છે. જોકે આજે વીટીવીના મહામંથનના મંચથી કાયદાની સરળ પરિભાષાને સમજાવવાનો પ્રયાસ કરીશું અને કાયદા શું કહે છે તે વિશે સમજવાનો પણ પ્રયાસ કરીશું. પરંતુ અહીં કેટલાક સવાલો એવા પણ ચર્ચીશું કે શું ખરેખર કાયદાથી ડરવાની નહીં સમજવાની જરૂર છે. શું કાયદાની જાણકારીના અભાવે મુશ્કેલી ઉભી થાય છે. કાયદાની પરિભાષા કેવી રીતે સમજી શકાય. આ સહિતના મુદ્દાઓ પર છે આજનું મહામંથન

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ