મહામંથન / શિક્ષકો અને SRPજવાનોની વેદના કોણ સાંભળે છે?

રાજ્યના શિક્ષકો છેલ્લા ઘણા સમયથી 2800ના ગ્રેડપેની સામે 4200નો ગ્રેડ પે કરવાની માગ કરી રહ્યા છે. અને સરકારે નક્કી કરેલા 2800ના ગ્રેડ પે ને નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે. શિક્ષકોનું કહેવું છે કે સરકારે 4200 ગ્રેડ પેના નિયમને નેવે મુકી દીધો અને પરિપત્ર જાહેર કરી 2800નો ગ્રેડ પે કરી દીધો. વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી કરતા શિક્ષકોનું જ હાલ ભાવી અધ્ધરતાલ છે. આગળ શું થશે તે તો સરકાર અને શિક્ષકો જ જાણે. પરંતુ અહી બીજો મુદ્દો SRP જવાનોની વેદનાનો પણ છે. છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં SRP જવાનોના આપઘાતના કિસ્સા વધી રહ્યા છે. શિક્ષકોની જેમ SRP જવાનો પણ બદલીની વ્યથા રજૂ કરીને થાકી ચુક્યા છે. SRP જવાનોની દર ત્રણ મહિને થતી બદલી તેમને નોકરી કરવામાં અડચણ ઉભી કરી રહી છે. છેલ્લા કેટલાક સમયથી MLA, MP અને વિવિધ સંગઠનોએ સરકાર અને ઉચ્ચ અધિકારીઓને રજૂઆતો કરી અને બદલી થતી અટકાવવા સહિત વિવિધ માગણીઓ મુદ્દે પોતાનો પક્ષ રજૂ કર્યો. જોકે મામલો ઠેરનો ઠેર છે. ત્યારે અહી સવાલ એ ઉઠે છે કે આખરે શિક્ષકોની માગણીઓ ક્યારે પૂર્ણ થશે. 2800ના બદલે 4200નો ગ્રેડ પે ક્યારે થશે. શિક્ષકો સાથે શું ખરેખર અન્યાય થઈ રહ્યો છે. શું SRP જવાનો દર 3 મહિને થતી બદલીથી કંટાળી ગયા છે. શું SRP જવાનો ખરેખર માનસિક રીતે પરેશાન થઈ જાય છે. શિક્ષકો અને SRP જવાનોની માગણીઓ પર વિચારણા ના થવી જોઈએ. આ સહિતના મુદ્દાઓ પર છે આજનું મહામંથન

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ