મહામંથન / મોંઘવારીનો માર...જનતા લાચાર! ભાવની આગ ક્યારે બૂઝાશે?

છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ ડિઝલના ભાવ સતત વધી રહ્યા છે અને પ્રજા પીસાઈ રહી છે. એક તરફ મોંઘવારીનો માર. તો બીજી તરફ પેટ્રોલ-ડીઝલના ભાવથી જનતા લાચાર. પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધતા કોંગ્રેસે આજે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન, ધરણાં અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમ યોજ્યા. આજ સ્થિતિ 2013માં હતી જ્યારે કોંગ્રેસની સરકાર સાશનમાં હતી અને ભાજપે પ્રદર્શન કરી ભાવને કાબૂમાં લેવા પ્રદર્શનો અને ધરણાં પણ કર્યા. પાર્ટી જે હોય તે પરંતુ ભાવ વધારા પાછળના કારણો અને તારણો સુધી કોઈ ચોક્કસ પહોંચી નથી શકતું. ક્રુડ ઓઈલના ભાવ ઘટ્યા છે તો પેટ્રેલોના ભાવ કેમ વધે છે તે બધા માટે સૌથી મોટો સવાલ છે. આખરે કેમ પેટ્રોલ ડીઝલના ભાવ કાબૂમાં નથી આવતા. કેમ સતત ભાવ વધી રહ્યા છે. શું વિરોધ પ્રદર્શન કે ધરણાંથી ભાવ વધારો ઘટી જશે. આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન

બ્રેકિંગ ન્યૂઝ