મહામંથન / દીકરીઓ અમે દિલગીર છીએ! પિંખાતી દીકરીઓ, દેશ ક્યારે જાગશે?

ભારત દેશની વિચિત્રતાની સૌથી પહેલા મારે વાત કરવી છે અને તે એ કે અહીં અફઝલ હમ શર્મિંદા હૈ કહેનારા લોકો તો છે પરંતુ વારંવાર હેવાનોના હાથે પિંખાતી દિકરીઓને જોઈને કોઈ નથી કહેતુ કે બેટી હમ શર્મિંદા હૈ. આ વાત કોઈ કહે કે ન કહે પરંતુ અમે કહીશું, અને અમે એ કહીશું કે દિકરીઓ અમે દિલગીરી છીએ, દિકરીઓ અમે દિલગીરી છીએ કે વાસના ભૂખ્યા હેવાનોથી તમને બચાવી શકતા નથી, દિકરીઓ અમે દિલગીરી છીએ કારણ કે અમે સમાજની પુરૂષવાદી માનસિકતા બદલી શકતા નથી, દિકરીઓ અમે દિલગીરી છીએ કારણ કે તમારી માસૂમ કિકિયારીઓ હેવાનો દ્વારા અપાતા દર્દમાં દબાઈ જાય છે, કદાચ શરમને પણ હવે શરમ અનુભવાય એ હદે આ દેશ દિકરીઓ વિરુદ્ધ થતા અત્યાચાર મુદ્દે નિષ્ઠુર થઈ ગયો છે. આવી સ્થિતિ કેમ આવી, આ જ વિષય પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ