મહામંથન / વીમા કંપનીના ટોલ ફ્રી નંબર પર સંપર્ક ન થાય તો ખેડૂતો પોતાની રજૂઆત કરે તો ક્યાં કરે ?

કદાચ ખેડૂતો માટે સ્થિતિ એવી થઈ છે કે એક સાંધો ત્યાં તેર તૂટે. વરસાદ તો ગુજરાતમાં સારા એવા પ્રમાણમાં વરસી ગયો પરંતુ હવે સંકટ તોળાયુ કમોસમી વરસાદનુ. સરકારે ફરી એકવાર ખેડૂતોને કહી તો દીધું કે તમારા પાકની નુકસાનીની રજૂઆત કરો. પરંતુ વીમા કંપનીઓના જે ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યા તેની વાસ્તવિકતા કંઈક અલગ જ નિકળી. VTVએ ખુદ કરેલા રિયાલીટી ચેકમાં વીમા કંપનીઓના ટોલ ફ્રી નંબરમાં લોલંલોલ તંત્ર જોવા મળ્યુ.. હવે કૃષિમંત્રી એવુ આશ્વાસન આપી રહ્યા છે કે જો નંબર ન લાગે તો કલેકટરને જાણ કરો અથવા તો તેની વીડિયોગ્રાફી કે ફોટોગ્રાફી કરી લેજો. પરંતુ સવાલ એ છે કે આશ્વાસન આપવા કરતા સરકાર કોઈ નક્કર સમાધાન ન કરી શકે. આ જ વિષય પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ