મહામંથન / કેવી રીતે ભાજપ સત્તાનો ખેલ પાડી દે છે, કોંગ્રેસ કેમ કાચી પડે છે?

મિશન મધ્યપ્રદેશ બાદ રાજસ્થાનમાં સત્તાનું રણસંગ્રામ તેજ બન્યુ છે. છેલ્લા કેટલાક દિવસથી રાજસ્થાનની ગેહલોત સરકારની ઉંઘ હરામ થઈ ગઈ છે. અને આ ધ્રુજારી ઉત્પન્ન કરનાર બીજું કોઈ નહીં પરંતુ સરકારમાંજ નાયબ મુખ્યમંત્રીના પદ પર બિરાજમાન એવા સચિન પાયલટ છે. સચિન પાયલટે પોતાની સાથે 25થી વધુ MLAનું સમર્થન હોવાનો દાવો કરતાજ અનેક અટકળો તેજ થઈ અને ભાજપ સાથે હાથ મિલાવીને તેઓ નવી સરકાર બનાવશે તેવા દાવા પણ થયા. પાયલોટની એક પોકારથી ગેહલોત સરકારના સત્તાના ઓડકાર જાણે પૂર્ણતાના આરે આવી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ