મહામંથન / શેતાનને ભગવાન બનાવનારા કોણ છે ? કહેવાતા કલ્કીને કારસ્તાનની સજા મળશે ?

કલ્કી અવતાર. નામ સાંભળતા જ પહેલા તો પૂરાણોમાં જણાવ્યા મુજબ આપણને કળિયુગમાં અવતાર લેનારા ભગવાન વિષ્ણુ યાદ આવે. એ અવતાર કે જેઓ દુષ્ટોનો નાશ કરવા અને ધર્મની સ્થાપના કરવા કળિયુગમાં અવતાર લેશે. પરંતુ આજે હું એવા કલ્કી અવતારની વાત કરવાનો છું કે જે પોતાની જાતને જ કલ્કીનો અવતાર જણાવે છે અને ભક્તોને દર્શન આપવા માટે જ 7 હજારથી 25 હજાર રૂપિયા સુધીની ફી લે છે. શું અત્યાર સુધીમાં તમે એવા ભગવાન જોયા છે ખરા કે જે દર્શન આપવાના રૂપિયા ભક્તો પાસેથી લેતા હોય? પરંતુ આ યુગમાં તમે આ જોઈ શકશો એટલા માટે કેમ કે આતો ઘોર કળયુગ છેને. એટલું જ નહીં પરંતુ અહીં તમને એવા અનુયાયીઓ પણ મળશે કે જેઓ રૂપિયા આપીને પણ આમના દર્શન કરે છે. પરંતુ આવા કહેવાતા ભગવાનની પોલ તો આખરે ક્યારેકને ક્યારેક તો ખુલી જ જાય છે..કેમ કે કુદરતના ઘરે દેર છે પણ અંધેર નથી.જો કે અંધકાર પરથી જ્યારે પડદો ઉચકાય છે ત્યારે જે સત્ય સામે આવે તેને તેમના અનુયાયીઓસ્વીકારી શકે છે કે કેમ તે પણ એટલુ જ મહત્વનું છે. સાથે જ અહીં સવાલ એ પણ છે કે આવા શેતાનોને ભગવાન કોણ બનાવે છે?શું હવે આંધળુ અનુકરણ કરતા અનુયાયીઓની આંખ ઉઘડશે ખરી? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ