મહામંથન / મગફળી કૌભાંડઃ વચેટિયા તો મ્હોરૂ, કૌભાંડનું પગેરૂ ક્યાં?

ગુજરાત માટે કદાચ હવે એવુ કહી શકાય કે રાજ્ય સરકાર ખેડૂતો માટે ગમે તેટલા રાહત પેકેજ જાહેર કરે કે ગમે તેટલી ટેકાના ભાવે ખરીદી કરે પરંતુ ખેડૂતના નસીબમાં લૂંટાવાનું જ આવશે. તાજેતરનો કિસ્સો છે ખેડૂતોને ભરમાવતા અને વધુ રૂપિયા લઈને ટેકાના ભાવે મગફળી ખરીદીની લાલચ આપતા અમિત પટેલનો.. હવે કોંગ્રેસના પણ આક્ષેપ છે કે આ કાંડમાં મોટા માથાઓની પણ સંડોવણી છે.. ભાજપ હંમેશની જેમ કહે છે કે જવાબદારોને છોડાશે નહીં. સવાલ એ છે કે હિમશિલાની ટોચ સમા આ વચેટિયાઓના આકાઓ કોણ છે, અને એવુ કહેવુ જરા પણ અતિશયોકિત નથી કે આ વચેટિયાઓના આકાઓ આતંકીઓના આકાઓથી જરા પણ કમ નથી. તાજેતરના મગફળી કૌભાંડનું પગેરુ આખરે કયાં સુધી છે, આ જ વિષય પર છે આજનું મહામંથન

બ્રેકિંગ ન્યૂઝ