મહામંથન / રામમય ભારતઃ આજે રચાયો ઇતિહાસ, હવે બનશે મંદિર

અયોધ્યામાં ભવ્ય રામ મંદિર. જે દરેક હિન્દુઓનું સપનું હતું. જેના માટે લાખો લોકોનો સંઘર્ષ હતો. ભારતીય તરીકે એક સંકલ્પ પણ હતો. પ્રભુ શ્રી રામના જન્મસ્થળે અયોધ્યામાં જ ભવ્ય રામ મંદિરનું નિર્માણ થાય. આ સંકલ્પ આજે સિદ્ધ થયો.શ્રી રામના જન્મસ્થળે ભવ્ય રામ મંદિર માટેની શિલાન્યાસ વિધિ સંપન્ન થઇ. આ અવસર સાથે જ કેટલીક રસપ્રદ બાબતો પણ જાણવા જેવી છે. એ તે છે કે આઝાદી પછી નરેન્દ્ર મોદી એક માત્ર એવા પ્રધાનમંત્રી છે, જેઓ આ પદ પર રહીને રામલલ્લાના દરબારમાં હાજર રહ્યાં. અગાઉ ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને અટલ બિહારી વાજપેયી પોતે અયોધ્યા પહોંચ્યા હતા પરંતુ રામલ્લાના દર્શન કરી શક્યા ન હતા. તો PM મોદી પણ 29 વર્ષ બાદ પહેલી વખત અયોધ્યા પહોંચ્યા હતા. 492 વર્ષ પછી અયોધ્યાએ ઈતિહાસના પાના ફરીથી પલટાવી નાંખ્યા છે. વર્ષ 1528માં રામ મંદિરને તોડીને અહીં બાબરી મસ્જિદ બનાવવામાં આવી હતી. આઝાદી પછી સૌથી લાંબો કેસ ચાલ્યો. નવ મહીના પહેલા સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. વિવાદિત જમીન રામલલ્લાની થઈ અને હવે અહીં ભવ્ય મંદિરનું નિર્માણ શરૂ થશે.

બ્રેકિંગ ન્યૂઝ