મહામંથન / GSTમાં વધુ એક ભ્રષ્ટાચારનો સ્લેબ ઉમેરાયો, 1500 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ સામે આવ્યું

1 જુલાઈ 2017ની અડધી રાતથી આપણા દેશમાં GST એટલે કે ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સ લાગુ થયો. સરકારે GSTમાં ત્રણ સ્લેબ રાખ્યા, જેથી વેરો ભરવામાં સરળતા રહે, પણ હવે GSTમાં વધુ એક સ્લેબ ઉમેરાઈ ગયો છે, અને તે છે ભ્રષ્ટાચારનો સ્લેબ. એક વર્ષ પહેલા સુરતમાં બોગસ બિલિંગ મારફતે 1500 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું હતું. 28 ટકા GSTના ઉંચા દરની ચીજ વસ્તુઓની નિકાસ માત્ર બોગસ બિલોના આધારે કાગળ પર કરવામાં આવી. ઉત્તરપ્રદેશ અને બિહારના યુવાનોના દસ્તાવેજી પુરાવાના આધારે 157 બોગસ આઈસી કોડ મેળવીને સરકારી તિજોરીને જ 1500 કરોડનો ચૂનો ચોપડ્યો. પણ એક માત્ર કૌભાંડી જયશંકર દૂબેની ધરપકડ બાદ તપાસ પર પરદો પડી ગયો. આ કેસની તપાસમાં ઢીલ દાખવનાર અધિકારી એડિશનલ કમિશનર અમિત સિંઘલની બદલી કરી દેવામાં આવી છે. એટલે સવાલ એ ઉભો થાય છે કે આખરે આ કૌભાંડની પાછળના અસલી ચહેરા કોણ છે?. શા માટે આટલો સમય વીતી ગયા બાદ પણ સાચી હકિકત સામે આવી નથી?. અને કૌભાંડીઓ આઝાદ ઘુમી રહ્યા છે?. આ સમગ્ર કાંડમાં કોના હિત સચવાઈ રહ્યા છે? આ જ વિષય પર છે આજનું મહામંથન

Loading...
બ્રેકિંગ ન્યૂઝ