મહામંથન / કોરોનાની સાથે જીવો તો મક્કમતાથી જીવો! 17 મે બાદ લૉકડાઉન નહીં લંબાય તેવા અણસાર

પ્રધાનમંત્રીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી જેમાં બે કે ત્રણ રાજ્યોને બાદ કરતા હવે મોટાભાગના રાજ્યો છૂટક માંગણીઓને બાદ કરતા લોકડાઉન લંબાવવાના પક્ષમા નથી તેવા અણસાર મળી રહ્યા છે. ટ્રેન સેવા પણ મંગળવારથી પૂર્વવત થશે જેમા શરૂઆતના તબક્કે 15 પેસેન્જર ટ્રેન દોડશે અને એ પણ કડક નિયમો સાથે. હવે કદાચ દેશ અને દુનિયા એ નિષ્કર્ષ પર પહોંચી ચૂક્યા છે કે જયાં સુધી કોરોનાની કારગત રસી ન શોધાય ત્યાં સુધી કોરોનાથી પોતાની જાતને ખુદ જ બચાવી પડશે અને જિંદગી ફરી પાટા પર લાવવી પડશે. સૌથી મોટો સવાલ એ છે કે 17મે પછી લોકડાઉનની સ્થિતિ શું રહેશે. આ જ વિષય પર છે આજનું મહામંથન

Loading...
બ્રેકિંગ ન્યૂઝ