મહામંથન / સહાય મળે તેવો 'તોડ' ખરો ? વીમા કંપનીઓ લૂંટે છે તો સરકાર શું કરે છે ?

જય જવાન. જય કિસાન. આ ઉક્તિ તમે સાંભળી જ તો હશે. આ સૂત્ર આપનાર હતા ભારતના પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી. આ એક વાક્ય આપણને ઘણુ કહી જાય છે..દેશ માટે જેટલા મહત્વના સેનાના જવાનો છે એટલા જ મહત્વના છે દેશના ખેડૂતો. પરંતુ શું ખેડૂતોનું મહત્વ આજની સરકાર સમજે છે ખરી?વાત કરીએ ગુજરાતની જ તો. એક તરફ મહા નામના વાવાઝોડાને કારણે ખેડૂતોનો કોળિયો છીનવાઈ રહ્યો છે તો બીજા તરફ પાક વીમા માટે ખેડૂત વીમાકંપનીઓને કરગરી રહ્યો છે. અને તમાશબીન બનીને બેઠી છે સરકાર. અને તેના અધિકારીઓ...વીમો મેળવવા મથતા ખેડૂતોને કેવી રીતે વીમા કંપનીના એજન્ટો પરેશાન કરી રહ્યા છે તેનો નમૂનો તો આજે જ અમરેલીમાં જોવા મળ્યો..એક તો પાક ખેડૂતનો. પ્રિમિયમ પણ ખેડૂત સમયસર ભરે..અને વાત જ્યારે નુકસાની મુજબ નાણા ચૂકવવાની આવે ત્યારે કંપનીના એજન્ટો લાંચ માગીને ખેડૂતોને દબાવવાનો પ્રયાસ કરે...આ કેટલા અંશે યોગ્ય કહેવાય? શું વીમા કંપનીઓની જવાબદારી નથી કે તેના એજન્ટો પર અંકુશ લાદે? શું અહી સરકારની પણ જવાબદારી નથી બનતી કે ખેડૂતો સાથે આવો અન્યાય થતો અટકાવે? સહાયના નામે તોડ કરતી આવી કંપનીઓ સામે એક્શન ન લેવાવા જોઈએ? આજ તમામ બાબતો પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ