મહામંથન / નવું ભારત છેઃ ભારતે બે જવાનોની શહીદીનો લીધો બદલો, પાકિસ્તાનને જડબાતોડ જવાબ

પડ્યા છે..પાકિસ્તાન. તમને ખબર છે આ નામનો મતલબ શું છે. પાકિસ્તાન એટલે પવિત્ર ભૂમી..પણ એક પણ કામ આ દેશનું પવિત્ર હોય તેવી એક પણ દૂર્ઘટના ઘટી નથી. પાકિસ્તાન હરહંમેશ એ પ્રયાસમાં હોય છે કે ભારતને કઈ રીતે પછાડવું..પણ સામે ભારતીય સેના છે. એ સેના જેણે પાકિસ્તાનને એટલી વખત સબક શિખવાડ્યો છે કે આટલી વખતમાં કુતરાની પૂછડી પણ સીધી થઈ જતી હશે..જોકે વર્ષ 2016માં જ્યારે ભારતે ઘરમાં ઘૂસી ઘૂસીને આતંકીઓના માથા વાઢ્યા ત્યારથી પાકિસ્તાન સમજી ગયુ છે કે ભારત હવે બદલાઈ રહ્યું છે. આ એ ભારત છે જે ઈંટનો જવાબ પથ્થરથી આપી રહ્યું છે. પોતાના નાપાક મનસુબા પાર પાડવા માટે ગમે તે હદે જતુ પાકિસ્તાન છેલ્લા ચાર વર્ષમાં ભારત તરફથી એવી થપાટો ખાધી છે તેમ છતા શાન ઠેકાણે આવી નથી. પણ આજે ભારતીય સેનાએ જે કાર્યવાહી કરી છે તેનાથી એક સંદેશ તો પાકિસ્તાનને પણ મળી જ ગયો હશે કે માત્ર કશ્મીર નહીં Pok પણ ભારતનું જ હતુ, છે અને રહેશે. ભારતીય સેનાએ પોતાની આર્ટિલરી તાકાતથી આજે PoKમાં જે કાર્યવાહી કરી છે તેનાથી પાકિસ્તાનના ધબકારા વધી ગયા છે..ભારતીય સેનાએ 25 આતંકી અને 5 પાકિસ્તાની જવાનને યમલોક પહોચાડી દીધા છે. બસ હવે રાહ જોવા રહી છે એ દિવસની કે ભારતીય તોપ PoKમાં હશે અને નિશાન હશે દુશ્મન દેશ પાકિસ્તાન. આજના મહામંથનમાં PoKમાં ભારતની કાર્યવાહીની ચર્ચા કરીશું અને એ જાણવાનો પ્રયાસ કરીશું કે આ કાર્યવાહી શું સંકેત આપે છે..એ પણ જાણવાનો પ્રયાસ કરીશું કે મોટી નિર્ણાયક કાર્યવાહી તરફ ભારતીય સેનાનું આ પ્રથમ પગલુ છે..

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ