મહામંથન / મહા' આક્રમણને લઇને ગુજરાત કેટલું તૈયાર

ગુજરાતીઓ..એક એવો સમુદાય જે દેશ અને દુનિયામાં તેની આગવી ઓળખ ધરાવે છે...એમના માટે એવુ પણ કહેવાય છે કે પથ્થરમાંથી પણ પાણી કાઢવાની ક્ષમતા તે ધરાવે છે..એમની સામે મુશ્કેલીઓ પણ નતમસ્તક થઈ જાય છે. અને આવા એક નહીં પણ અનેક ઉદાહરણો પણ છે..પછી તે કોઈ પણ પ્રકારની કુદરતી આપદા કેમ ન હોય...આવી જ એક `મહા' મુસીબત ફરી એકવાર ગુજરાત તરફ દસ્તક દેનારી છે. હા. હું વાત કરી રહી છું મહા વાવાઝોડાની. જે વેરાવળથી કેટલાક જ કિલોમીટર દુર છે. હાલની સ્થિતિમાં તેની અસરો તો ગંભીર દેખાય રહી છે..પરંતુ આપણે તો ગુજરાતીઓ છીએ ને.એટલે સ્થિતિ ગમે તે હોય પરંતુ મુસ્કેલી સામે લડવાનું આપણા લોહીમાં જ હોય છે. અને આ મહાઆક્રમણ સામે આખરે ગુજરાત કેટલું તૈયાર છે? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન

બ્રેકિંગ ન્યૂઝ