મહામંથન / ભ્રષ્ટાચારનો 'રસ્તો' બંધઃ નિતિન ગડકરીએ બોલાવ્યો સપાટો

અત્યારે સમાચાર માધ્યમોમા મોટેભાગે મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે અથવા તો નિત્યાનંદ કયારે સકંજામા આવશે અથવા તો રામમંદિર હવે કયારે બનશે તેની જ ચર્ચા ચાલી રહી છે, પરંતુ આવા ઘટનાક્રમની ભરમારની વચ્ચે એવી ઘટનાની વાત કરવી છે જેનો સંબંધ સીધો લોકો સાથે છે. અમે જે વાત આપને કરવા જઈ રહ્યા છીએ તેનો ટૂંકસાર એટલો છે કે માળખાકીય સુવિધાઓમા અતિ જરૂરી એવા રોડ-રસ્તાના કામમાં જો કોઈ કટકી માંગશે તો હવે સરકાર તેની સામે આકરા પગલા લેવાના મૂડમા છે, એટલે હવે જો રોડ રસ્તાના કામમાં કોન્ટ્રાકટર પાસે કોઈએ કટકી માગી તો ખેર નથી. જો કે આ વાત કરી છે નીતિન ગડકરીએ, હવે તેનો સંદર્ભ શું હતો આખો મામલો શું છે, એ જ વિષય પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ