મહામંથન / ગરીબ દર્દીઓને સારા ઈલાજનો હક નથી ?

ડોક્ટર એટલે કે ભગવાનનું બીજું રૂપ. કહેવાય છે કે કુદરત પછી જો કોઈ ચમત્કાર કરી શકે તેમ હોય તો તે છે ડોક્ટર. પરંતુ શું આજના સમયમાં આવા ડોક્ટરો આપણી વચ્ચે છે ખરા?. કદાચ તમામ ડોક્ટરોની નિયત ખરાબ તો નહીં હોય.પરંતુ એટલું તો હું ચોક્કસથી કહી શકીશ કે હાલ તમામ ડોક્ટરોની નિયત સારી પણ નથી જ. જેનો અનુભવ ક્યાંકને ક્યાંક નાગરિકોને તો થયો જ હશે. એવું નથી કે ડોક્ટરો માત્ર દર્દીઓને છેતરે છે. તેમની રડારમાંથી સરકાર પણ બાકાત નથી. આવું આજે હું એટલા માટે કહું છું કેમ કે જે સરકારે દર્દીઓને સારી સારવાર મળી શકે તે હેતુથી મા અમૃતમ અને મા વાત્સલ્ય યોજનાની શરૂઆત કરી. તે યોજના અંતર્ગત આવતી હોસ્પિટલો જે રીતે દર્દીઓ પાસેથી ખોટી રીતે પૈસા ઉઘરાવે છે..તેને જોતા આપણને ડોક્ટરોની નિયત પર સવાલ થાય છે. ત્યારે અહીં સવાલ એ છે કે સરકાર તો જનતા માટે યોજના લઈને આવે છે..પરંતુ તેનો અમલ યોગ્ય રીતે થાય છે કે કેમ તેનું ધ્યાન કોણ રાખશે? સરકારે નીતિ તો ઘડી..પરંતુ ડોક્ટરોની નિયત કેવી રીતે બદલી શકાશે? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ