મહામંથન / પિસાતા ખેડૂતો, જલસા કરતી વીમા કંપની, શું સરકાર માટે પોલિસીનો કોઇ પ્લાન નથી?

એક તરફ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની કમર તુટેલી છે. તો બીજી તરફ તે જ ખેડૂતો પોતાના જ પાકના નુકસાનીના વળતર મારી વલખા મારી રહ્યા છે. એવુ નથી પાકવીમો ન હોય તેવા ખેડૂતોની આ હાલત છે. પરંતુ જે ખેડૂતોએ પાકવીમો લીધેલો છે. તેમની પણ આવી જ સ્થિતિ છે. તેનુ કારણ છે પાકવીમા કંપનીઓની આડોળાઈ. જે રીતે વીમા કંપનીઓ ખેડૂતોને વીમો આપવામાં આનાકાની કરી રહી છે તેને જોતા એવું લાગે કે શું ખેડૂતોએ પોતાના હકના રૂપિયા લેવા માટે આ પ્રકારે કગરવું પડે તે કેટલું યોગ્ય કહેવાય? વીમા કંપનીઓને માત્ર મલાઈ ખાવામાં જ રસ છે? શું અહીં સરકારની કોઈ જવાબદારી નથી બનતી કે આવી વીમા કંપનીઓ સામે એક્શન લે? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ