મહામંથન / ગુજરાતમાં કોરોના બેકાબૂ થઈ રહ્યો છે? કેવી રીતે અટકી શકે છે સંક્રમણ?

શ સહિત ગુજરાતમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. તો બીજી બાજુ કોરોનાને કાબૂમાં લેવાના અથાગ પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ અનલોક 1 અને 2 બાદ જાણે કે કોરોનાના કેસનો બોંબ ફૂટ્યો છે. અનલોકની ગાઈડલાઈનને પગલે લોકો સોશિયલ ડિસ્ટંસિંગ ભૂલી ગયા. તો માસ્ક પણ જાણે માથાકૂટ સમાન ગણી રહ્યા છે.. શરૂઆતના તબક્કામાં લોકોના મનમાં કોરોનાનો ડર એવો તે ઘુસી ગયો કે લોકોએ ઘરની બહાર શું પોતાના ઘરનો દરવાજો ખોલવાનું પણ બંધ કરી દીધુ અને કોઈ કોરોનાગ્રસ્ત હોય તો જાણે આતંકવાદી હોય તેવું વર્તન થતું. વર્તમાન સમયમાં સ્થિતિ વિપરીત થઈ છે. લોકો સોશિયલ ડિસ્ટંસિંગ ભૂલી રહ્યા છે. નિયમો ભૂલી રહ્યા છે અને ભૂલી રહ્યા છે મહામારીના સમયે એલાનની ગાઈડલાઈન. આખરે કેમ લોકો બેદરકાર બની રહ્યા છે? શું અનલોક 1 અને 2 બાદ કેસનો વધારો ચિંતા સમાન નથી? શું બેદરકારીના કારણે વધી રહ્યા છે કેસ? કન્ટેઈનમેન્ટ ઝોન ધીરે ધીરે સુપરસ્પ્રેડર બની રહ્યા છે? કોરોનાની મહામારી હવે કોઈ મોટી મુસીબત ઉભી કરશે? આ સહિતના પ્રશ્નો પર છે આજનું મહામંથન

બ્રેકિંગ ન્યૂઝ