મહામંથન / સાવધાન, તમારૂ બાળપણ છીનવાય ન જાય!, કોણ છે બાળપણના ચોર?

બાળકો એ આવતીકાલનું દેશનું ભવિષ્ય છે આ વાકય કહેવામા તો બહુ સારુ લાગે છે પરંતુ જયારે જયારે બાળકોની તસ્કરીનો પર્દાફાશ થાય છે ત્યારે આ વાકયના લીરેલીરા ઉડી જાય છે. ગુજરાત, રાજસ્થાન અને દિલ્લી એમ ત્રણ રાજયોની પોલીસે સુરતમાંથી મોટાપાયે માનવ તસ્કરીનો પર્દાફાશ કર્યો. જો કે આ પકડાયેલા બાળકો માટે પણ એ કહેવુ અતિશયોકિત નહીં કહેવાય કે આ તો હિમશીલાની માત્ર ટોચ છે, નીચે તો આખો પહાડ પડ્યો છે.. કંઈ કેટલાય બાળકોના અપહરણ થયા, અને કંઈ કેટલાય બાળકો કેટલાય વર્ષોથી કાળની ગર્તામા ખોવાયેલા રહ્યા છે. આ બાળકો જે બચી ગયા તેના માટે પોલીસનો અને ભગવાનનો આભાર. પરંતુ ધ્યાન રાખવાનું છે વાલીઓએ, અને ખુદ બાળકોએ કારણ કે તેમના દુશ્મનો તૈયાર છે, આ જ વિષય પર છે આજનુ મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ