મહામંથન / કોરોના પર હવે નવી ચિંતા, હવાથી પણ ફેલાશે! કેવી રીતે કોરોના સામે જંગ લડી શકો ?

કોરોનાના કેસ હવે દિન પ્રતિદિન વધી રહ્યા છે. કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. અનલોક 1 હોય કે 2 લોકોની જાગૃતતો છે પરંતુ હજુ પણ ક્યાક નિષ્કાળજી જોવા મળી રહી છે. એવામાં WHOએ એ પણ એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે હવામાં પણ કોરોના વાયરસનો ખતરો ફેલાઈ શકે છે. ખાંસી, છીંક કે ઉધરસના સમયે આ વાયરસના ડ્રોપલેટ્સ જમીન પર પડી જાય છે અને ત્યારબાદ તે હવામાં ફેલાવાની શક્યતા નહીંવત થઈ જાય છે. 5 માઈક્રોનથી પણ નાના ડ્રોપલેટ્સ હવામાં ફેલાતા હવે કોરોનાનું સંક્રમણ વધવાનો ડર લાગી રહ્યો છે. 239 વૈજ્ઞાનિકોએ વિવિધ મુદ્દાઓને આધારે તર્ક લગાવ્યા અને મત આપ્યો છે કે કોરોના વાયરસ હવે હવામાં પણ ફેલાતા સંક્રમણ વધી શકે છે. ત્યારે આ વાયરસ સામે આપણે કેટલા તૈયાર છીએ. કેવી રીતે વાયરસના સંક્રમણથી બચી શકાય છે. કોરોનાના સંક્રમણને ક્યુ માસ્ક રોકી શકશે. આપણે બેજવાબદાર બનીને બિમારીનો ફેલાવો વધારતા તો નથી ને. આ સહિતના મુદ્દાઓ પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ