મહામંથન / રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા બાદ મહારાષ્ટ્રમાં કેવી રાજકીય સ્થિતિ સર્જાશે ?

મહારાષ્ટ્રમાં છેલ્લા 19 દિવસથી ચાલી રહેલા સરકાર રચવા માટેના ઘમાસાણ પર અંતે બ્રેક લાગી ગઈ છે..કેમ કે મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા ડ્રામા બાદ આજે રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું છે..જો કે મહારાષ્ટ્રમાં લગાવેલું રાષ્ટ્રપતિ શાસન મોટી કાયદાકીય લડાઈ તરફ ફંટાય તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે. કેમ કે રાજ્યપાલે NCPને આપેલા સમય પહેલા જ રાજ્યપાલે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરી. રાજ્યપાલના આ નિર્ણય સામે શિવસેનાએ સુપ્રીમ કોર્ટના દ્વાર તો ખટખટાવ્યા છે..પરંતુ હવે જોવાનું એ છે અંતે પરિણામ શું આવે છે? શું સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ શાસન પર કોઈ સુનાવણી કરશે ખરી? શું શિવસેના,કોંગ્રેસ અને NCP પાસે હવે અન્ય કોઈ વિક્લ્પ છે ખરો? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન....

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ