mahalaxmi temple unique temple in ratlam madhya pradesh where devotees gets jewellery in prasad
પ્રસાદીમાં ધન /
આ મંદિરમાં ભક્તો માટે ખૂલી જાય છે ભંડાર, પ્રસાદીમાં મળે છે સોના-ચાંદીનાં ઘરેણાં
Team VTV04:58 PM, 13 Nov 21
| Updated: 06:14 PM, 13 Nov 21
ભારતમાં લાખો મંદિર છે. દેશમાં ભાગ્યે એવો કોઈ ખૂણો હશે. જ્યાં તમને મંદિર જોવા નહીં મળે. આ તમામ મંદિરો એવા છે, જે અલગ-અલગ રહસ્યો સાથે જોડાયેલા છે. આ સિવાય બધા મંદિરોની પોતાની અલગ ઓળખ અને પોતાની આગવી વિશેષતા છે. મધ્ય પ્રદેશના રતલામમાં એક મંદિર એવુ છે, જેની અંદર ઘણાં રહસ્યો છુપાયેલા છે. આ મંદિરનું નામ મહાલક્ષ્મી મંદિર છે.
મધ્ય પ્રદેશના રતલામમાં આવેલા મહાલક્ષ્મી મંદિરની વિશેષતા
શ્રદ્ધાળુઓને પ્રસાદી રૂપે સોના-ચાંદીના ઘરેણાં અપાય છે
મંદિરમાં આવતા દરેક શ્રદ્ધાળુઓ માલામાલ થઇને જાય છે ઘરે
પ્રસાદી તરીકે સોના-ચાંદીના ઘરેણાં અપાય છે
મહાલક્ષ્મી મંદિર મધ્ય પ્રદેશના રતલામ જિલ્લાના માણકમાં સ્થિત છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં આવતા શ્રદ્ધાળુઓને પ્રસાદ રૂપે લાડું અથવા કોઈ ખાવાની ચીજ વસ્તુ આપવામાં આવતી નથી. પરંતુ સોના-ચાંદીના ઘરેણાં આપવામાં આવે છે. એટલે કે એક રીતે એવુ કહી શકાય કે મહાલક્ષ્મી મંદિરમાં આવતા દરેક શ્રદ્ધાળુ માલામાલ થઇને જાય છે.
મહાલક્ષ્મી માતાનું મંદિર
મંદિરમાં આવતા દરેક શ્રદ્ધાળુને પ્રસાદ તરીકે સોના-ચાંદીના સિક્કા અને ઘરેણાં ઘરે લઇ જવા માટે અપાય છે. આ મંદિર માતા મહાલક્ષ્મીનું છે. અહીં દરરોજ શ્રદ્ધાળુઓનો ભારે ધસારો રહે છે. આ મંદિર પ્રત્યે શ્રદ્ધાળુઓની વધારે આસ્થા છે. જેના કારણે શ્રદ્ધાળુઓ અહીં દરરોજ માતા મહાલક્ષ્મીને કરોડો રૂપિયાના ઘરેણાં ચઢાવે છે. આ સિવાય શ્રદ્ધાળુઓ રોકડા રૂપિયા ચઢાવે છે.
ધન કુબેરનો દરબાર લગાવવામાં આવે છે
દિવાળીના પવિત્ર પર્વે આ મંદિરમાં ધન કુબેરનો દરબાર લગાવવામાં આવે છે. આ દરમ્યાન ધનતેરસથી લઇને પાંચ દિવસ સુધી મંદિરમાં દીપોત્સવનું આયોજન કરવામાં આવે છે અને આ મંદિરને ફૂલોથી નહીં પરંતુ રૂપિયા અને ઘરેણાંથી સજાવવામાં આવે છે. ધન કુબેરના દરબારમાં જ શ્રદ્ધાળુઓને પ્રસાદ તરીકે સોના-ચાંદીના ઘરેણાં અને રૂપિયા આપવામાં આવે છે.