બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:12 PM, 15 January 2025
ગૂગલ સર્ચના લેટેસ્ટ ડેટા મુજબ કતાર, યુએઈ, બહેરીન, સાઉદી અરેબિયા, ઓમાન, કુવૈત, ઈરાન, જોર્ડન, બાંગ્લાદેશ, માલદીવ, અફઘાનિસ્તાનમાંથી લોકો મહાકુંભની માહિતી મેળવી રહ્યા છે. મુસ્લિમ દેશોની આ યાદીમાં જે નામ ટોપ પર છે, તે દેશ બીજું કોઈ નહીં પણ પશ્ચિમી પાડોશી પાકિસ્તાન છે.
ADVERTISEMENT
ભારત પ્રત્યે નફરત કરવાની ઈચ્છા હોવા છતાં પાકિસ્તાનના લોકો ગૂગલ પરથી મહાકુંભની માહિતી મેળવી રહ્યા છે. મહાકુંભમાં આવનાર 45 કરોડ ભક્તોના આંકડા જાણીને તેઓ આશ્ચર્યચકિત થયા છે. પાકિસ્તાનીઓ કહી રહ્યા છે કે, આટલી તો ઈન્ડોનેશિયા, સાઉદી અરેબિયા, પાકિસ્તાન કે અમેરિકાની વસ્તી પણ નથી. તેઓ કહે છે કે, પાકિસ્તાનમાં જો 2 લાખ લોકો પણ ધાર્મિક સંમેલન માટે ભેગા થાય તો આખું શહેર જામ થઈ જાય છે. જ્યારે પ્રયાગરાજમાં તો લગભગ 2 કરોડ ભક્તો ઊમટી પડ્યા અને આ સંગમમાં સ્નાન કર્યું. આટલા બધા લોકો હોવા છતાં પણ કોઈ જ અવ્યવસ્થા ન થઈ તે જોઈને પણ તેઓ આશ્ચર્ય પામી ગયા છે.
ADVERTISEMENT
પાકિસ્તાનના લોકો મહાકુંભ નગરના એરિયલ શોટ્સ જોઈને કહી રહ્યા છે કે, આ આખું હોલિવૂડ ફિલ્મના સેટ જેવુ લાગે છે એવું અનુભવાય છે કે અમે ત્યાંના ફિલ્મ સેટ પર પહોંચી ગયા હોય. બીજું કે, મહાકુંભ દરમિયાન વિવિધ સ્થળોએ ભંડારો ચલાવવામાં આવે છે, જેમાં દરરોજ લાખો શ્રદ્ધાળુઓ ભોજન કરે છે. આ જોતાં તેઓ વધુમાં કહે છે કે, પાકિસ્તાનમાં લોકો પહેલેથી જ પોતાનું ભોજન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. જ્યારે ભારતમાં યોજાઈ રહેલા કુંભમાં દરરોજ લાખો લોકોને સ્વાદિષ્ટ ભંડારો ખવડાવવામાં આવે છે.
મહાકુંભ પર 6 હજાર કરોડ રૂપિયા ખર્ચીને ભારતમાં 2 લાખ કરોડ રૂપિયાની આવક થવા જઈ રહી છે. જે ભારતની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત કરશે. પાકિસ્તાન ઉપરાંત ઓસ્ટ્રેલિયા, કેનેડા, આયર્લેન્ડ, બ્રિટન, નેપાળ, સિંગાપોર, થાઈલેન્ડ અને અમેરિકા જેવા દેશોના લોકો પણ મહાકુંભની માહિતી શોધી રહ્યા છે. તેઓ કુંભમાં કેવી રીતે ભાગ લેવો અને તેના મહત્વ વિશે પણ માહિતી શોધી રહ્યા છે. ગૂગલ સર્ચ રિપોર્ટ દર્શાવે છે કે, દુનિયામાં જે લોકો ભૌતિકવાદથી કંટાળી ગયા હોય તેઓ ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને પરંપરાઓ તરફ આકર્ષિત થઈ રહ્યા છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.