બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / મૌની અમાવસ્યાના રોજ આ તારીખે મહાકુંભનું ત્રીજું શાહી સ્નાન, જાણો સ્નાન-દાનનું શુભ મુહૂર્ત
Last Updated: 09:13 PM, 18 January 2025
મહાકુંભની શરૂઆત 13 જાન્યુઆરી 2025થી થઈ ગઈ છે અને દરરોજ લાખો સંખ્યામાં શ્રધ્ધાળુઓ મહાકુંભમાં સ્નાન માટે આવી રહ્યા છે. આ વખતે મહાકુંભ 144 વર્ષ બાદ થયો છે. ત્યારે કુંભમાં શાહી સ્નાનનું વિશેષ મહત્વ છે. આ વખતે મહાકુંભનું ત્રીજુ શાહી સ્નાન 29 જાન્યુઆરી મૌની અમાસના દિવસે થશે. બધી જ અમાસમાં મૌની અમાસ ખૂબ ખાસ માનવામાં આવે છે. મૌની અમાસને માઘી અને માઘ અમાસના નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે મૌન વ્રત પાળવામાં આવે છે.
ADVERTISEMENT
ક્યારે છે મહાકુંભની ત્રીજુ શાહી સ્નાન?
ADVERTISEMENT
મહાકુંભનું ત્રીજુ શાહી સ્નાન 29 જાન્યુઆરીએ છે અને આ દિવસનું શાહી સ્નાન ખૂબ ખાસ માનવામાં આવે છે. કારણ કે આ દિવસે બધા જ દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે. હકીકતમાં, આ દિવસે ચંદ્રમા, સૂર્ય અને બુધ મકર રાશીમાં ત્રિવેણી સંયોગ બનાવશે.
શાહી સ્નાનનું મુરત
બ્રહ્મ મુરત- 29 જાન્યુઆરીએ સવારે 05 વાગીને 25 મિનિટથી લઈને સવારે 6 વાગીને 18 મિનિટ સુધી
પ્રાત: સંધ્યા- 29 જાન્યુઆરીએ સવારે 05 વાગીને 51 મિનિટથી લઈને સવારે 07 વાગીને 11 મિનિટ સુધી
ક્યારે છે મૌની અમાવસ?
હિન્દુ પંચાંગ અનુસાર, માઘ મહિનાની અમાવસ તિથી 28 જાન્યુઆરીએ સાંજે 7 વાગીને 32 મિનિટ પર શરૂ થશે અને તિથિનું સમાપન 29 જાન્યુઆરીએ સાંજે 6 વાગીને 5 મિનિટ પર થશે.
વધુ વાંચો: કુંભ સહિત ત્રણ રાશિના લોકો રૂપિયા ગણતા થાકશે! સૂર્ય-શનિની મહાગોચરથી લાભ જ લાભ
કેમ ખાસ હોય છે મૌની અમાવસ?
હિન્દુ ધર્મની માન્યતા અનુસાર, મૌની અમાસ પર પૂર્વજોને તર્પણ કરવાથી તેમના આત્માને શાંતિ મળે છે. આનાથી તર્પણ કરવાવાળાના પૂર્વજોના આશીર્વાદ મળે છે. આ દિવસે નદીના ઘાટ પર જઈને પૂર્વજોને તર્પણ અને દાન કરવાથી કુંડળીના દોષોથી મુક્તિ મળે છે. આ સિવાય, આ દિવસે મૌન વ્રત રાખવાથી વાક સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. મૌની અમાસના દિવસે વ્રતનું વિશેષ મહત્વ હોય છે. મૌન વ્રતનો અર્થ એ છે કે પોતાની અંદર જોવું, ધ્યાન કરવું અને ભગવાનની ભક્તિમાં ખોવાઈ જવું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.