બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:24 PM, 16 January 2025
કુંભ મેળામાં આવનારા શ્રદ્ધાળુઓની ગણતરી કરવા માટે યુપી સરકારે હાઈટેક સાધનોની મદદ લીધી છે અને આ વખતે AI આધારિત કેમેરાની મદદથી લોકોની ગણતરી કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ડ્રોન અને AI ટેક્નોલોજીની મદદ
ADVERTISEMENT
સચોટ અંદાજ માટે AI આધારિત હાઇ-ટેક કેમેરા લગાવવામાં આવ્યા છે, તે 360 ડિગ્રી કેમેરા છે. સમગ્ર મેળા વિસ્તારમાં આવા કેમેરા લગાવવામાં આવ્યા છે, જેમાંથી 1100 ફિક્સ કેમેરા અને 744 જેટલા ટેમ્પરરી કેમેરા લગાવેલા છે. આ સિવાય એક એપ દ્વારા લોકોની માલિકીના મોબાઈલ ફોનના સરેરાશ આંકડાની ગણતરી કરવામાં આવી રહી છે. તમામ ડેટા ક્રાઉડ એસેસમેન્ટ ટીમને મોકલવામાં આવી રહ્યો છે, જે લોકો ગણતરીના અંતિમ આંકડાઓ આપી રહી છે.
વધુ વાંચો: LIST: દુનિયાના આ દેશોના લોકો છે ચાના સાચા શોખીન, ભારત કરતાં 10 ગણી વધુ પીવે છે ટી
કુંભ માટે આવનારી ટ્રેન, બસ અને બોટની ગણતરીના આધારે લોકોનો ડેટા એકત્ર કરવામાં આવતો હતો. એટલું જ નહીં, શહેરના માર્ગો પર હાજર ભીડનો ડેટા એકત્ર કરીને લોકોની ગણતરી પણ કરવામાં આવે છે. જો કે આ વખતે પણ ટ્રેન અને બસોની સંખ્યા પર નજર રાખવામાં આવી રહી છે.
કુંભમાં આવનારા ભક્તોની ગણતરી કરવાની પ્રથા 19મી સદીથી શરૂ થઈ હતી. બ્રિટિશ શાસન દરમિયાન, કુંભ તરફ જતા અલગ-અલગ માર્ગો પર બેરિકેડ લગાવવામાં આવ્યા હતા અને એક પછી એક લોકોની ગણતરી કરવામાં આવી હતી. આ ઉપરાંત કુંભ માટે આવનારી ટ્રેનોની ટિકિટની ગણતરી કરીને પણ ભીડનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. પણ ત્યારે ભીડ લાખોની સંખ્યામાં આવતી હતી જે હવે કરોડોમાં પરિવર્તિત થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, ગણતરીની પદ્ધતિઓ પણ સમય સાથે આધુનિક કરવામાં આવી છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.