વટવૃક્ષ / ગુજરાતના આ ગામમાં 500 વર્ષ જુનો 2.5 વિઘામાં ફેલાયેલો છે વડ, PM મોદીએ પણ લીધી હતી મુલાકાત

mahakali mandir 500 year old vad kantharpura village Gandhinagar

ગુજરાતમાં દરવર્ષે વિકાસના નામે લાખો વૃક્ષનું નિકંદન કરવામાં આવે છે. ત્યારે એવા વૃક્ષની વાત કરીએ જેની ડાળ તોડવાની પણ કોઈમાં હિંમત થતી નથી. ગાંધીનગર જીલ્લાના દહેગામ તાલુકાના કંથારપુર ગામે 500 વર્ષ જુનો વડ આવેલો છે. આ વડ મહાકાલીના વડથી પણ ઓળખાય છે. વડ 2.5 વિઘામાં પથરાયેલો છે જ્યારે વડની ઊંચાઈ 40 મીટર જેટલી છે. આ વડ ધાર્મિક મહત્વ પણ ધરાવે છે, વડના થળમાં મહાકાલીનું મંદિર પણ આવેલું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ મહાકાલીના દર્શન માટે આવતા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ